Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

વૈજ્ઞાનિકોનો ચોંકાવનારો દાવો, હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ

જો તમે ભીડભાડથી દૂર માસ્ક વગર ખુલ્લામાં એમ વિચારીને ફરતા હોવ કે તમે કોઈ બીજી વ્યકિતના સંપર્કથી દૂર છો અને આવામાં કોરોના વાયરસ તો પણ તમારા શરીરમાં પ્રવેશ કરી શકશે તો સાવધાન થઈ જાઓ. દુનિયાભરના સેંકડો વૈજ્ઞાનિકોએ પોતાના રિસર્ચમાં જાણ્યું છે કે કોવિડ-૧૦નો આ ખતરનાક વાયરસ એરબોર્ન એટલે કે હવા દ્વારા પણ ફેલાય છે. ૩૨ દેશોના ૨૩૯ વૈજ્ઞાનિકોએ પોતાના રિસર્ચમાં જાણ્યું છે કે નોવેલ કોરોના વાયરસના નાના-નાના કણ હવામાં પણ જીવતા રહે છે અને તે લોકોમાં ચેપ ફેલાવી શકે છે.

પરંતુ ન્યૂયોર્ક ટાઈમ્સમાં છપાયેલા એક તાજા રિપોર્ટ મુજબ વૈજ્ઞાનિકોનો આ દાવો હવે કઈંક અલગ જ કહી રહ્યો છે. વૈજ્ઞાનિકોએ WHOને આ મહામારીની રિકમન્ડેશન્સમાં તરત સંશોધન કરવાનો આગ્રહ કર્યો છે. તેને  જણાવવાનું કે દુનિયાભરમાં આ વાયરસનો કોહરામ સતત વધી રહ્યો છે.

અત્યાર સુધીમાં વૈશ્વિક સ્તરે એક કરોડ ૧૫ લાખ ૪૪ હજારથી વધુ લોકો આ વાયરસની ઝપેટમાં આવી ચૂકયા છે. જયારે ૫ લાખ ૩૬ હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યાં છે. ભારતમાં પણ કોવિડ-૧૯થી સંક્રમિત થવાના કેસનો આ આંકડો હવે ૭ લાખ નજીક પહોંચી ગયો છે. જયારે અત્યાર સુધીમાં ૧૯ હજારથી વધુ લોકોના મૃત્યુ થયા છે. આવામાં જો આ વાયરસના એરબોર્ન હોવાનો દાવો સાચો નિકળશે તો તે લોકો માટે ચિંતા વધારનારો રહેશે.

૩૨ દેશોના આ ૨૩૯ વૈજ્ઞાનિકોએ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને એક ઓપન લેટર લખ્યો છે. આ તમામ વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે આ વાતના પૂરતા પુરાવા છે, જેનાથી એ સ્વીકારાય કે આ વાયરસના નાના-નાના કણ હવામાં તરતા રહે છે. જે લોકોને ચેપ લગાડી શકે છે.

(10:13 am IST)