Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

કોવિડ-૧૯થી બચવા ઈમ્યુન સિસ્ટમ વધારવા હર્બલ ઉકાળનું સેવન કરો !

દેશી ઉકાળા પીવાથી ઈમ્યૂન સિસ્ટમને મજબૂત બનશે જો સવારે ખાલી પેટ આ ઉકાળો પીવામાં આવે તો બહુ જ વધારે ફાયદા મેળવી શકાય છે.

આ વસ્તુઓના સેવન ની રોગપ્રતિકારક શકિતમાં વધારો થાય છે અને કોરોના વાયરસ સામે લડવામાં અસરકારક સાબિત થાય છે.

તુલસીના પાન તેનું રસ અને તેની ચાને યોગ્ય રીતે ઉપયોગમાં લેવાય તો દ્યણા રોગોથી છુટકારો અપાવવામાં મદદ મળી શકે છે.

તુલસીનો ઉકાળો :- તુલસીની ૧૦-૧૨ પાન, અડધી લેમન ગ્રાસ(લીલા ચાના પાન), એક આદું કે સૂંઠ, કાળી મરી, લવિંગ, પાણી ૪ કપ, ગોળ ૩ ચમચી

બનાવવાની રીત :- સૌથી પહેલા તુલસીના પાન અને લેમનગ્રાસને સારી રીતે ધોઈ લો.

એક પેનમાં પાણી નાખી મધ્યમ તાપ પર ઉકળવ માટે મૂકો.

જ્યારે હળવું ગરમ થઈ હાય તો તેમાં તુલસીના પાન, લેમન ગ્રાસ અને આદું નાખી ૪-૫ મિનિટ ઉકાળો.

ત્યારબાદ તેમાં ગોળ નાખી તેને ઉકાળો, ત્યારબાદ ઉકાળને ચમચીથી હલાવતા રહો જેથી ગોળ ઓગળી જાય.

૧-૨ મિનિટ સુધી ઠંડા થયા પછી કપમાં ગાળીને ગરમ-ગરમ પીવું.

તમે ઈચ્છો તો તુલસીનો ઉકાળામાં ૨-૩ કાળીમરી પણ નાખી શકો છો.

જો સ્વાદ જોઈએ તો તેમાં એક ઈલાયચી પણ કૂટીને નાખી શકો છો.

લેમન ગ્રાસ ન મળે તો વાંધો નથી. તેના વગર પણ ઉકાળો બનાવી શકો છો.

દેશી ઉકાળા પીવાથી ઈમ્યૂન સિસ્ટમને મજબૂત બનશે. જો સવારે ખાલી પેટ આ ઉકાળો પીવામાં આવે

તો બહુ જ વધારે ફાયદા મેળવી શકાય છે.

(10:13 am IST)