Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

આ વસ્તુઓ ખાવાથી હાર્ટ એટેકથી બચી શકાય છે

હાર્ટ એટેકની બીમારી એવી છે જે દરેક ઉંમરના વ્યકિતને થઈ શકે છે. તેનુ એક કારણ ખાનપાન પણ છે. જો વ્યકિત પહેલા જ પોતાના ખાનપાનની વસ્તુઓમાં સાવધાની રાખે તો આ બીમારીથી બચી શકે છે.

જો તમે પણ આ બીમારીના ચપેટમાં આવતા બચવા માંગો છો તો તમારી ડાયેટમાં થોડો સુધાર લાવો. આજે અમે તમને ડાયેટમાં સામેલ કરનારા કેટલાક આવા જ આહાર વિશે બતાવીશુ, જેનુ સેવન કરીને તમે હાર્ટ અટેકથી બચી શકો છો.

૧. ટામેટા :- તમારા ડાયેટમાં ટામેટાનો સમાવેશ કરો. તેમા રહેલ લાઈકોપીન, બીટા કૈરોટીન, ફોલેટ કોલેસ્ટ્રોલને ઓછુ કરે છે. તેનુ રોજ સેવન કરવાથી હાર્ટ ડિસીસનો ખતરો ઓછો થાય છે.

૨. દહી :- રોજ દહીનું સેવન કરવાથી હાર્ટ એટકનો ખતરો ઓછો થાય છે.

૩. અડદની દાળ :- રાત્રે અડદની દાળના ૪ કે ૫ ચમચી પાણીમાં પલાળીને મુકી દો. પછી સવારે તેને વાટીને દૂધમાં મિકસ કરી લો અને સાથે જ ખાંડ મિકસ કરી લો. તેનાથી કોલેસ્ટ્રોલનો ખતરો ટળે છે.

૪. દૂધીનું જ્યુસ :- દૂધીને ઉકાળીને તેમા જીરૃ, લીલા ધાણા, હળદર નાખીને સારી રીતે મિકસ કરી લો. આવુ અઠવાડિયામાં બે કે ત્રણ વાર કરો. તેનાથી હાર્ટ ડિસીસની સમસ્યા ઓછી થશે.

૫. લીંબૂ પાણી :- લીંબૂમાં એંટીઓકસીડેંટ્સ જોવા મળે છે. જે બોડીનું ખરાબ કોલેસ્ટ્રોલ બહાર કાઢે છે. તેનાથી હાર્ટ એટેકની પરેશાનીથી મહદઅંશે બચી શકાય છે.

(10:12 am IST)