Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

આ વાનરભાઇએ જે રીતે કોફીનો કપ પકડ્યો છે એ જોતાં નિશ્ચિત છે કે વાનરો આપણા પૂર્વજ હતા

વાનરોની ઘણી આદતો માનવોમાં ઊતરી છે. જોકે માણસોની આદતો હવે વાનરોમાં જોવા મળી રહી છે. સોશ્યલ મીડિયા પર હાલમાં એક વિડિયો વાઇરલ થયો છે.

એમાં એક વાંદરો અદ્દલોઅદ્દલ માણસની જેમ જ ખુરશી પર બેસીને કોફી પી રહ્યો છે. વાંદરો બહુ જ કયુટ લાગી રહ્યો છે. ઇન્ડિયન ફોરેસ્ટ ઓફિસર સુશાંત નંદાએ આ વિડિયો શેર કર્યો છે અને એની કેપ્શનમાં લખ્યું છે કે આ વાનરની કોફી પીવાની રીત પરથી કહી શકાય કે વાનરો ચોક્કસ આપણા પૂર્વજ હતા.

(4:05 pm IST)