Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

ટીનેજરે માત્ર ૧૬.૯ સેકન્ડમાં પગથી રૂબિક કયુબ સોલ્વ કરવાનો રેકોર્ડ બનાવ્યો

ન્યુયોર્ક તા. ૮: અમેરિકાના બ્રૂકલિન શહેરમાં રહેતો ૧૬ વર્ષનો ડેનિયલ રોઝ-લેવિન નામનો ટીનેજર રૂબિક કયુબ પઝલ સોલ્વ કરવા માટે જાતજાતના વિક્રમો ધરાવે છે. તાજેતરમાં તેણે માત્ર પગનો ઉપયોગ કરીને એટલી ઝડપથી રૂબિક કયુબ સોલ્વ કર્યું છે કે એનો નવો વિશ્વવિક્રમ બન્યો છે. પગના અંગૂઠા અને આંગળીની મદદથી તેણે જસ્ટ ૧૬.૯ સેકન્ડ્સમાં રૂબિક કયુબ સોલ્વ કરી લીધું છે. આ માટે તે છેલ્લા એક વર્ષથી પ્રેકિટસ કરતો આવ્યો છેે. ડેનિયલનું કહેવું છે કે તેણે જે રેકોર્ડબ્રેક સમયમાં આ પઝલ સોલ્વ કરી છે એ તે એક વાર નહીં, વારંવાર કરી શકે એમ છે.

(4:02 pm IST)