Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

અફઘાનિસ્તાનના ગઝનીમાં પ્રચંડ બોમ્બ વિસ્ફોટઃ ૧૨મોત : ૧૭૯ ઘાયલ

અફઘાનિસ્તાનમાં ગજની શહેરમાં આજે આત્મઘાતી કાર વિસ્ફોટ થયો હતો, જેમાં ઓછામાં ઓછા ૧૨ લોકોનાં મોત થયા હતા જયારે ૧૭૯ લોકો ઘાયલ થયા હતા. તાલિબાને આ વિસ્ફોટની જવાબદારી લીધી છે. ગજની પ્રાંતના ગવર્નરના પ્રવકતા આરિફ નૂરીએ જણાવ્યું હતું કે આ હુમલો ગઝની શહેરમાં નેશનલ ડિરેકટોરેટ ઓફ સિકયોરિટીના સ્થાનિક એરપોર્ટ નજીક થયો હતો.

 તેમણે જણાવ્યું હતું કે વિસ્ફોટમાં ૮ સુરક્ષા કર્મચારીઓ અને ૪ નાગરિકોનું મોત થયું છે. તે જ સમયે તાલિબાનના પ્રવકતા જબીહુલ્લાહ મુજાહિદે વિસ્ફોટની જવાબદારી લીધી છે.

મુજાહિદે કહ્યું હતું કે, આત્મદ્યાતી બોમ્બર દ્વારા ગજની શહેરમાં નેશનલ સિકયુરિટી ડિરેકટોરેટ (એનડીએસ) નું મુખ્ય આધાર વિહ્રકલ -બોર્ન ઇમ્પ્રોવાઇઝડ એકસ્પ્લોઝિવ ડિવાઇસ (વીબીઇડી) સાથે ઉડાવ્યું છે.

(11:54 am IST)