Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

પત્નીની હત્યા કરીને શબ ૧૦૦ દિવસ સુધી ફ્રીઝરમાં રાખી મૂકયું

બીજીંગ તા. ૮: ચીનના શાંઘાઇમાં એક અદાલતે પત્નીની હત્યા કરીને એનું શબ લગભગ ૧૦૦ દિવસ સુધી ફ્રીઝરમાં છુપાવી રાખવાના આરોપી પતિને મોતની સજા સંભળાવી હતી. ૩૦ વર્ષના ઝુ  શિયાઓડોન્ગ નામના ભાઇની પત્નીનું નામ યાંગ હતું. ઝૂભાઇએ પહેલાં તો પત્નીને મારી નાખી અને ઘરના જ ફ્રીઝરમાં એને છુપાવી રાખી. બીજી તરફ તે અન્ય મહિલા સાથે ફરવામાં વ્યસ્ત થઇ ગયો. આ દરમ્યાન તેણે પત્નીના ક્રેડિટ કાર્ડથી ૧પ૦,૦૦૦ યુઆન એટલે કે લગભગ પંદર લાખ રૂપિયાનો ખર્ચો પણ કર્યો હતો. યાંગના પેરન્ટ્સે જયારે દીકરીનો સંપર્ક ન થતાં ઘર ફંફોસ્યું ત્યારે આ ઘટના બહાર આવી હતી. ચીનની અદાલતે શુક્રવારે પતિને આ કેસમાં મોતની સજા સંભળાવી હતી.

(11:53 am IST)