Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

50 વર્ષ બાદ ભારતમાંદોડવામાં કુશળતા ધરાવતા ચિંતાનું પુનરાગમન થઇ રહ્યું હોવાની માહિતી

નવી દિલ્હી: તીવ્ર ઝડપે દોડવાની કુશળતાના કારણે આગવી ઓળખ ધરાવતા ચિત્તાનું ૫૦ વર્ષ બાદ ભારતમાં પુનરાગમન થવા જઈ રહ્યું છે. દક્ષિણ આફ્રિકાથી પાંચ નર અને ત્રણ માદા એમ કુલ આઠ ચિત્તા ૮,૪૦૫ કિલોમીટરનું અંતર કાપીને નવેમ્બરમાં ભારત આવી પહોંચશે. જેને મધ્ય પ્રદેશની ચંબલ નદીના વિસ્તારમાં આવેલા કૂનો નેશનલ પાર્કમાં રાખવામાં આવશે.

એક સમયે ભારતમાં મોટી સંખ્યામાં ચિત્તા હતા. જોકે ગેરકાયદે શિકારને કારણે તે હવે લુપ્ત થવાના આરે પહોંચી ગયા છે. વિશ્વના સૌથી ઝડપી શિકારી પ્રાણી ચિત્તાને ભારત મોકલવા માટે સાઉથ આફ્રિકા તૈયાર થઈ ગયું છે. ઘાંસવાળા મેદાનમાં ચિત્તો ૧૧૨ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે.

(4:49 pm IST)