Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

જર્મનીનું ફેમીલી ફન પાર્ક : મહામારીએ છીનવી હોલી ડે હોમની રોનક

દુનિયાભરમાંથી રાઇડસનો રોમાંચ અનુભવવા દર વર્ષે ૧૦ લાખ લોકો આવે છે

જર્મનીના બાલ્ટીક સાગર નજીક તટ ઉપર બ્લુબેકની ખાડીમાં સ્થિત શહેર છે ઓસ્થોલ્સ્ટીન આ શહેરના ગામ શેકર્સડોર્ફમાં આ છે એક ફન પાર્ક, જયાં ખાસ રીતે રજા ગાળવા માટે 'હોલી ડે હોમ' તૈયાર કરાયા છે. શેકર્સડોર્ફ જર્મનીના પ્રમુખ બંદરગાહ શહેર હૈમબર્ગથી માત્ર ૯૦ કિ.મી. દુર છે. બાલ્ટીક સાગરના તટ ઉપર હોવાના કારણે લોકો અહીં રજા ગાળવા મહત્વ આપે છે. આ ફન પાર્કમાં ૧૧ થીમ વલ્ક સાથે ૪૬ હેકટરમાં વિભીન્ન વૃક્ષોની હરિયાળી પર્યટકોને આરામ આપે છે. આ થીમ વર્લ્ડની રાઇડ્સનો રોમાંચનો અનુભવ કરવા દર વર્ષે ૧૦ લાખ પર્યટકો આવે છે. આ પાર્કને ફેમીલી પાર્ક બાથ ધ સી પણ કહેવાય છે. જર્મનીમાં બાલ્ટીક કિનારે આવતા મોટાભાગના પર્યટકો વચ્ચે આ એક મુખ્ય આકર્ષણ છે. હાલ કોરોનાના કારણે પર્યટકો સાથે જોડાયેલી ગતિવિધીઓ હાલ ઠંડી છે.

(3:04 pm IST)