Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

મોનાલિસાનું ભેદી સ્મિત હજુ પણ વિવાદ છોડતુ નથીઃ વાસ્તવીક નથી!!

લિઓ નાર્દો દ વિન્ચીના વિખ્યાત ચિત્ર મોનાલિસામાં તેના સ્મિતની ખૂબજ ચર્ચા થાય છે. બ્રિટનની યૂનિવર્સિટીના એક સ્ટડીમાં જણાવ્યા અનુસાર મોનાલિસાનું સ્મિત અસ્વભાવિક અને અ વાસ્તવિક છે. મોનાલિસા પેઇન્ટીંગના ચિત્રકાર વિન્ચીએ જાણીને આ પ્રકારની મુખમુદ્વા વાળું પેઇન્ટીંગનું સર્જન કર્યુ છે.

મોનાલિસાના પેઇન્ટિંગનું સ્ટડી કરી રહેલા સેંટ જર્યોજે મોનાલિસાના ભાવની સત્યતા પારખવાની શરુઆત કરી હતી. દુનિયાના અતિ ફેમસ પેઇન્ટિંગ માટે મનોભાવના સિધ્ધાંતનો પ્રયોગ કર્યો હતો. તેમને ચહેરા પરના હાવભાવને ચકાસવા માટે કિમરીક ફેસ ટેસ્ટ ટેકનિકનો પ્રયોગ કર્યો હતો. મોનાલિસાની તસ્વીરના ચહેરાના અડધા અડધા ટુકડા કરીને દરેક અડધા ટુકડાને તેની મિરર ઇમેજ સાથે સરખામણી કરવામાં આવી હતી. બંને કેમરિક તસ્વીરો પર ૪૨ લોકોના એક સમૂહે પોત પોતાનો મંતવ્ય પ્રગટ કરીને તસ્વીરના ભાવ અનુસાર તેની રેટિંગ કરી હતી.

આ રેટિંગ અનુસાર ટુકડા કરવામાં આવેલી તસ્વીરમાંથી દર્પણની જમણી બાજુની તસ્વીરમાં આનંદનો ભાવ જોવા મળતો હતો જયારે ડાબી બાજુની તસ્વીરમાં ભાવ શુન્યતા જોવા મળતી હતી. આ શોધ કોર્ટેકસ નામની પત્રિકામાં પ્રકાશિત થઇ છે જેમાં જણાવ્યા મુજબ મોનાલિસાના સ્મિતમાં એકરુપતા જોવા મળતી નથી. આ સંશોધનમાં અમેરિકાની સિનસિનાટી યૂનિવર્સિટીના લૂકા માર્સલી અને ઇટાલીના રોમમાં આવેલી સૈપિએન્જા યૂનિવર્સિટીના મેટીઓ બોલોગ્ના પણ જોડાયા હતા.

(3:47 pm IST)