Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

દરિયાની સફાઇમાં માછીમારો સહભાગી બને છે

ઇટલી, તા. ૮ : ઇટલીમાં સમુદ્રમાંથી કચરો સાફ કરવા માટે એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે અને માછીમારો તેમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યા છે. માછલીઓ પકડવા જતા માછીમારો પહેલા કચરો જમીન પર નહોતા લાવી શકતા અને તેઓ તેને સમુદ્રમાંજ ફેંકી દેતા હતાં પણ હવે તેઓ એવું નથી કરતા સમુદ્રમાં સફાઇનું માળખુ તૈયાર કરવા માટે કરાઇ રહેલા એક પ્રયોગ હેઠળ કચરાને ભેગો કરીને તેનું વિશ્લેષણ કરીને તેનું રીસાયકલીંગ કરાય છે.

આ પરિયોજનાને ચલાવનાર 'કલીન સી લાઇવ'ની સમાયોજક એલેનોરા ડી સબારાએ કર્યું,  'કેટલાય માછીમારો કચરાને સમુદ્રમાં ફેંકી આવતા હતાં કેમ કે કાયદા અનુસાર તેઓ તેને જમીન પર નહોતા લાવી શકતા. તેમને બંદર પર કચરો લાવવાનો અધિકાર નથી. આ પ્રકારનો કચરો રાખવાની કોઇ જગ્યા નથી અને તેનાથી છુટકારો કેવી રીતે મેળવવો તેની પણ કોઇ સ્પષ્ટતા નથી કરાઇ.'

હવે એવી આશા રાખવામાં આવે છે કે સૈન બેનેડેરો ડેલ ટ્રેન્ટોના એડીયાટ્રીક રિસોર્ટની પાસે મચ્છીમારી કરતી લગભગ ૪૦ હોડીઓને આ સમસ્યા નહીં નડે જે યોજનામાં ભાગ લઇ રહી છે. આ કામગીરીની શરૂઆતથી અત્યાર સુધીમાં માછીમારોએ એક મહીનામાં દર અઠવાડીયે લગભગ એક ટન કચરો એકત્ર કર્યો હતો જેમાંથી ૬૦ ટકા પ્લાસ્ટીક છે. જેમાંથી કેટલાકનું રિસાયકલીંગ કરાયું અને બાકીના કચરાને ઘરેલુ અથવા ઔદ્યોગિક કચરાની સાથે ભેગો કરી દેવાયો પણ તેને સમુદ્રમાં પાછો નહોતો ફેંકાયો.

આ પરિયોજના વિશ્વમહાસાગ રદિવસના એક દિવસ પહેલા એટલે કે ૭ જુને પૂરી કરવાની હતી, પણ હવે તેની અવધિ વધારી દેવાઇ છે. આયોજકોએ આશા છે તેનાથી કચરા પ્રબંધન સંબંધી સમાધાન મળશે અને તેને આખા ઇટલીમાં આગળ વધારી શકાશે. ૬ર વર્ષના માછીમાર કલોડીયા ઉરીયાનીએ કહ્યું કે સૌથી વધારે કચરો પ્લાસ્ટીકનો હતો. જો માછીઓ તેને ખાય તો તે બિમાર પડે અને તેના કારણે આપણે પણ બિમાર પડી શકીએ.

(3:46 pm IST)