Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

આવી ઉંધી ખોપડીઓ પણ હોય છે

ઉત્ત્ર પશ્ચિમ લંડનની ઘટના જાણીને તમે પણ સ્તબ્ધ થઇ જશો. જી હા એક બસમાં ટ્રાવેલ કરી રહેલા લેસ્બિયન કપલ પર ત્યારે હુમલો કરાયો જયારે તેમણે એકબીજાને કિસ કરવાની ના પાડી દીધી. હુમલાખોરોએ પહેલાં માંગણી કરી હતી કે કપલ એક બીજાને કિસ કરે જેથી કરીને તે બંનેને ચુમતા જોઇ શકે. કપલે આમ કરવાની ના પાડી દીધી તો બંને મહિલાઓને લોહીલુહાણ કરી દીધી.

લંડનમાં હુમલાખોરોએ અમેરિકન મહિલા ક્રિસનું જડબું તોડી નાંખ્યું અને તેની સાથીનું નાક તોડી નાંખ્યું. મહિલાઓની સાથે લૂંટફાટ પણ કરી. ૨૯ વર્ષની ક્રિસ પોતાની ૨૮ વર્ષની પાર્ટનર મેલાનિયા ગેમોનૈત સાથે મુસાફરી કરી રહી હતી ત્યારે ૩૦મી મેના રોજ આ ઘટના બની હતી.

જો કે ઘટના બાદ ક્રિસે કહ્યું કે અમને લેસ્બિયન કપલ તરીકે જોવાતા અમે ડરતા નથી. ક્રિસે કહ્યું કે કેટલાંક યુવાનોએ તેમને એકબીજાનો હાથ પકડતા જોઇ ગયા અને સેકશુઅલ ગેસ્ચર બનાવતા કિસ કરવાની ડિમાન્ડ કરવા લાગ્યા.

ક્રિસે કહ્યું કે તે લોકો પોતાની સીટ પરથી ઉભા થયા અને અમારી પાસે આવી ગયા. ખૂબ જ આક્રમક હતા અને અમને પ્રતાડિત કરતા રહ્યા. એક સૌથી પાછળ ઉભો હતો અને અમારા પર સિક્કા ઉછાળી રહ્યા હતા. શરૂઆતમાં મેલાનિયાએ દોસ્તાના થઇને સ્થિતિને સંભાળવાની કોશિષ કરી પરંતુ હુમલાખોરોએ પાછળ હટવાની તૈયારી કરી નહીં. બંનેના ચહેરા પર દ્યટના બાદ ઇજાના નિશાન સ્પષ્ટ દેખાઇ શકે છે.  બાદમાં આ કેસમાં ચાર ટીનેજરની ધરપકડ કરાઇ છે.

(3:45 pm IST)
  • પીએમ મોદીને માલદીવનું સર્વોચ્ચ સન્માન મળશે : વડાપ્રધાન આજથી માલદીવ અને શ્રીલંકાના પ્રવાસેઃ માલદીવે જાહેર કર્યું છે કે અમે વડાપ્રધાન મોદીનું માલદીવનું સર્વોચ્ચ સન્માન નિશાન-ઇજુદીનથી અભિવાદન કરશું: પીએમ રવિવારેશ્રીલંકા જવાના છે. access_time 3:37 pm IST

  • કાર્ડ દ્વારા કેશ-રોકડ રાખવા અને વિડ્રો કરવા ચોક્કસ લિમિટ રખાશે : ફ્રી આર.ટી.જી.એસ અને એન.ઈ.એફ.ટી ની જાહેરાત કર્યા પછી હવે, કાર્ડ ઉપર કેશ-રોકડ રાખવા અને વિડ્રો કરવા માટે ચોક્કસ લિમિટ આવી રહ્યાનું જાણવા મળે છે access_time 12:42 am IST

  • રાજકોટ - જામનગરની હવાઈ સેવાઓમાં ત્રિમાસિક કાપ મૂકાયો જામનગરથી મુંબઈ પણ એર ઈન્ડિયાની સેવા વીકમાં ૩ દિવસ જ મળશે તેવું જાણવા મળે છે access_time 5:45 pm IST