Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

ચીનના કેદીઓ માટે શરૂ થઇ ઓનલાઇન શોપિંગ સર્વિસ

બીજીંગ તા. ૮: જેલમાં સજા કાપી રહેલા કેદીઓ પણ શોપિંગ કરી શકે એવી છૂટ ચીનમાં આપવામાં આવી રહી છે. ગુઆંગડોન્ગ પ્રાંતની જેલમાં કેદીઓ માટે ખાસ ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મ શરૂ કરવામાં આવ્યું છે. આ માધ્યમથી કેદીઓ મહિને ૩૦૦૦ રૂપિયાનો સામાન ખરીદી શકે છે. આ માટે તેમનાં ઓનલાઇન અકાઉન્ટ્સ ખોલવામાં આવ્યાં છે. પાસવર્ડ કે ફિન્ગરપ્રિન્ટ દ્વારા તેઓ લોગ-ઇન કરીને ઓનલાઇન ખરીદી કરી શકે છે. આ પહેલાં કોન્ગહુઆ જેલમાં જાન્યુઆરીથી એપ્રિલ વચ્ચે પાઇલટ પ્રોજેકટ શરૂ થયો હતો જે સફળ રહ્યો હતો. આ ચાર મહિના દરમ્યાન ૧૩,૦૦૦ ઓર્ડર્સ થયા હતા. જેમાં ચાર લાખ આઇટમો વેચાઇ હતી. જેલના કેદીઓ માટે આ ખાસ પ્લેટફોર્મ હોવાથી એમાં રૂટીન જરૂરિયાતો, ખાવાની ચીજો, સિગારેટ અને ગિફટ આઇટમ્સ મળી કુલ ૬૮ કેટેગરીની ર૦૦ જેટલી ચીજોમાંથી તેઓ ખરીદી કરી શકે છે. દર મહિને તેમને એક જ વાર આ ખરીદી કરવાનો મોકો મળે છે. અને એ પણ પંદર મિનિટના સમયમાં તેમણે ઓર્ડર પ્લેસ કરી દેવાનો હોય છે જેથી કેદીઓ વારંવાર આ સર્વિસ લેવાના નામે કામમાંથી સમયનો વ્યય ન કરે. જેલના પ્રશાસને કેદીઓ પોતાનો આ પર્સનલ સામાન સાચવી શકે એ માટેની વ્યવસ્થા પણ ઉભી કરી છે. જેમ કે કોલ્ડ-ડ્રિન્કસ ખરીદ્યાં હોય તો એના પર લેબલ લગાવીને તેમના રેંક કે રેફ્રિજરેટરમાં મૂકી શકે છે.

(3:44 pm IST)