Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

ફેસ પરથી કાળા દાગ દુર કરવાના નુસ્ખા

તમે આ પ્રોબ્લેમ માટે ઘણી બધી મોંધી ક્રીમ્સ યુઝ કરતા હશો. પણ જોઈએ તેવો બેનેફિટ ન મળે તો પૈસાનું પાણી થઈ જાય, આવા સમયે આ સમસ્યાથી કાયમી છુટકારો મેળવવા માટે અહિ થોડા ઘરેલું નુસ્ખાઓ આપવામાં આવયા છે.

 ચહેરાના દાગ-ધબ્બા દુર કરવા માટે તમે ટામેટાના રસને રૂ માં લગાડી દાગ પર રબ (ઘસવું) કરી શકો છો. જયાં સુધી દાગ ન જાય ત્યાં સુધી આ પ્રોસીજર ચાલુ રાખવી. આનાથી તમને ફરક જણાશે.

 સૌથી સારો અને કારગર ઉપાય છે મધ. આ એક નેચરલ મોશ્ચરાઈઝર છે. આના માટે એક ચમચી મધ લઈ દાગ પર ૧૦ થી ૧૫ મીનીટ ઘસવું. બાદમાં ફેસ વોશ કરી લેવું.

 બાફેલા બટેટાના છીલકાને ચહેરા પર ઘસવું. આનાથી તમારા ખીલ પણ ઠીક થઈ જશે.

 આ સમસ્યા માટે તમે દાગના એરિયામાં પીસેલી પુદીનાની પેસ્ટ લગાવી શકો છો.

 અંદનના પાવડરમાં ગુલાબજળ મેળવીને એક સોફટ પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને દાગ-ધબ્બાના એરિયામાં હાથેથી લગાવો.  આમ કરવાથી તમને ફાયદો દેખાશે.

(11:48 am IST)