Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

પ્લાસ્ટિકની બોટલમાંથી બન્યું છે આ ટી-શર્ટ

ટેગમાંથી ટ્રી બનશે : આ 'અર્થ ટી' ની બીજી એક ખાસિયત એ પણ છેે કે એના પર લાગેલો ટેગ પણ ઇકો-ફ્રેન્ડલી છે. હેન્ડમેડ પેપરમાંથી બનેલો આ ટેગ માટીના કુંડામાં વાવી દો તો એમાંથી થોડાજ દિવસોમાં પ્લાન્ટ ઉગી નીકળશે.

નવી દિલ્હી તા ૮ : પાણી અને શોફટ ડ્રીન્કસની PET બોટલ્સ આજકાલ ઠેર-ઠેર ફેકાયેલી જોવા મળે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે આ બોટલોને રીસાયકલ કરીને હાઇ-ફેશન એપરલ બ્રેન્ડ શરૂ કરી છે. મતલબ કે જે પ્લાસ્ટિકનો કચરો તમે જેમ-તેમ ફેંેકીને પૃથ્વી પર પ્રદુષ્ણ વધારો છો એ જ કચરાને પ્રોસેસ કરીને તમે એને પહેરી શકો એવી તક ઉભી થઇ છે. આ બોટલ્સને રિસાઇકલ કરીને એમાંથી પોલિએસ્ટર યાર્ન બનાવવાનું કામ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા લગભગ એક દાયકાથી થતું હતું અત્યારસુધી આ યાર્ન ગ્લોબલ એપરલ બ્રેન્ડ્સને સપ્લાય કરવામાં આવતુ હતું જોકે હવે રિલાયન્સે જાતે જ એફાઇબરમાંથી ફેબ્રીક બનાવીને ડીઝાઇનર અને સંપૂર્ણપણે ઇકો-ફ્રેન્ડલી કપડા બનાવવાનું શરૂ કર્યુ છે હવે રિલાયન્સ કચરાના કલેકશનથી માંડીને એવું રીસાઇકલીંગ કરીને ફાઇબર બનાવવાનું અને ફાઇબરને નેચરલ ડાઇકરીને એમાંથી ફેબ્રિક બનાવીને ડિઝાઇનર કપડા તૈયાર કરવા સુધીનું તમામ કામ કરશે.'અર્થ ટી' નામનું આ કમ્પ્લીટ ઇકો-ફ્રેન્ડલી ટી-શર્ટ એનો નમુનો છે.

(3:59 pm IST)
  • કર્ણાટકનો દરિયાકાંઠો અને કેરળમાં ભારે વરસાદની આગાહી છે. આગામી ૩૦ કલાકમાં ગોવા અને કર્ણાટકમાં ભારે વરસાદની આગાહીના પગલે નજીકના શહેરોમાં એલર્ટ જારી કરવામાં આવ્યા છે access_time 4:03 pm IST

  • શનિવારે પેટ્રોલમાં લીટરે 40 પૈસા અને ડીઝલમાં 40થી 45 પૈસાનો મોટો ઘટાડો થવાની શકયતા:સતત 11માં દિવસે પેટ્રોલ ડીઝલમાં ભાવ ઘટશે:અત્યાર સુધીમાં સૌથી મોટો ઘટાડો થશે :ઘટયા ભાવ સવારે છ વાગ્યાથી લાગુ થશે :નવા ભાવ મુજબ પેટ્રોલ લિટરે 76,33 રૂપિયા અને ડીઝલનો ભાવ લિટરે 73,42 રૂપિયા થશે :રાજ્ય પ્રમાણે કરવેરા અલગ થશે:છેલ્લા સાત દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે access_time 11:25 pm IST

  • ડોનાલ્ડ ટ્રમ્પએ કહ્યું કિમ જોંગ ઉન સાથેની બેઠક માત્ર તસવીરો ખેંચાવવા માટે નથી પરંતુ તેનાથી વિશેષ છે :આ ઐતિહાસિક બેઠક માટે પર્યટક રિસોર્ટ દ્વીપ સેન્ટોસાને સ્થળ તરીકે પસંદગી કરાઈ છે ;એવું મનાય છે કે આ બેઠકના કવરેજ માટે વિશ્વભરના 2500 પત્રકારો આવશે access_time 1:17 am IST