Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

માથું જુદુ કરી નાખ્યાની દસ મિનિટ પછી પણ સાપ દંશ મારીને જ રહ્યો

ટેકસાસ તા.૮ : મે મહિનાનો અંતના દિવસો હતો. અમેરિકાના ટેકસસ રાજ્યમાં  લેક કાર્પેસ ક્રિસ્ટી નામની નદીના કિનારે રહેતા જેનિફર  અને જેરેમી નામના યુગલે સાથે મળીને ગાર્ડનમાં  સાફસફાઇ કરવાનું શરૂ કરેલું જેરમીએ  એક કુંડુ હટાવ્યુ તો એની નીચેથી એક રેટલસ્નેક જોવા મળ્યો . અમેરિકામાં જોવા મળતો આ ખૂબ જ ઝેરી સાપ મનાય છે. જેરેમીએ કુંડાને સહેજ હટાવીને સાપને પકડી લીધો જેથી દુર જઇને છોડી શકાય. જોકે સાપે માથું ઉચકયુ અને નજીકમાં ઉભેલી જેનિફરને કરડવાની કોશિશ કરી. સાપને કાબુમાં નહી લઇ શકાય એમ લાગતા જેરેમીએ પાવડાનો એક ઘા કરીને સાપનું માથું વાઢી નાખ્યુ. લિટરલી સાપના બે ટુકડા થઇ ગયા એટલે બન્નેએ ધારી લીધુ કે હવે સાપ મરી ગયો. લગભગ દસ મિનિટ  પછી જેરેમીએ સાપનું માથુ ખસેડવાની કોશિશ કરતા રીતસર રેટલસ્નેક ના માથાએ જમ્પ માર્યો અને હાથે બચકું ભરી લીધુ. જેનિફરે જ્યારે માથુ ખેચ્યુ ત્યારે હાથ પરથી સાપ છોડાવી શકાયો. જેનીફર પોતે નર્સ હોવાથી તરત જ એક સેકેન્ડનો પણ વિલંબ કર્યા વિના પતિને કારમાં નાખીને  ડાયરેકટ નજીક હોસ્પિટલ  એક કલાકના અંતરે હતી એટલે ત્યાં પહોચ્યા ત્યાં સુધીમાં જેરેમી અડધો બેભાન થઇ ગયો હતો. ત્યાં ડોકટરોએ તેને પહેલા તો કોમામા નાખી દીધો. લગભગ દસ દિવસ જીવનમરણ વચ્ચે ઝોલા ખાધા પછી હવે જેરેમી આઉટ ઓફ ડેન્જર છે.

(3:37 pm IST)