Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

'ફલાયર' વિમાન ખરૂ, પણ પર્યાવરણ માટે ફાયદારૂપ

બેટરીથી ચાલશેઃ પાયલોટ લાયસન્સ લેવાની કે રજીસ્ટર્ડ કરાવવાની જરૂર નહિ રહે : કેલિફોર્નિયાના સ્ટાર્ટઅપ કિટી હોક દ્વારા નિર્માણઃ ગુગલના સહ-સંસ્થાપક લૈરી પેજ દ્વારા પ્રોજેકટમાં અપાયુ ફંડ, ૧૫૦૦થી વધારે વાર ઉડાન પરિક્ષણ

કેલિફોર્નિયા,તા.૮: વિશ્વમાં રોજે રોજ નિર્માણ પામતી કેટલીક ચીજ-વસ્તુઓ વિશે સાંભળવા કે નજરે જોતા વેંત જ મનોમન વાહ...વાહ...કરવાનું મન થયા વિના રહેતું નથી.એમાંયે કાઇક ખાસ બાબત સમાયેલી હોય તો કોણ વખાણ કરવાનું ચુકે?...એવી જ રીતે વિમાનને પણ પાર્યવરણ માટે ફાયદાકારક કોઇ ગણાવે તો સૌ કોઇને બે ઘડી નવાઇ લાગે, પણ સમાચાર હકિકત દર્શાવનારા છે.

વાત કરીએ એક એવા વિમાન વિશે જેના ઉડવાથી પણ પર્યાવરણને કોઇ જ પ્રકારનું નુકશાન નથી પહોંચતુ, ઉલ્ટાનો ફાયદો થાય છે.કેલિફોર્નિયા ખાતે સ્ટાર્ટઅપ કિટી હોક દ્વારા ગુગલના સહ-સંસ્થાપક લંૈરી પેજના આર્થિક સહયોગ થકી નિર્માણ પામેલા બેટરીથી ચાલતા 'ફલાયર' નામના વિમાનની ક્ષમતા અત્યારે તો સિમીત હોવાથી માત્ર રાત્રે જ ઉડાવી શકાય છે, ઓછા વજનવાળા વિમાનની શ્રેણીમાં મુકાયુ હોવાને લીધે આકાશમાં ઉડાવતી વખતે કોઇ પાયલોટ લાયસન્સ લેવાની જરૂર નથી રહેતી...સાથે સાથે રજીસ્ટર્ડ કરાવવાની કામગીરીમાંથી પણ મૂકિત મળશે.

આ અંગે વધુમાં જાણવા મળ્યાનુસાર લૈરી પેજ દ્વારા તાજેતરમાં જાહેર પ્રદર્શનમાં મુકાયેલા એક સીટરવાળુ  વિમાન સંપૂર્ણપણે ઇલેકટ્રીસીટી ધરાવતુ હોવાને લીધે પર્યાવરણને પણ નુકશાન પહોંચાડતુ નથી.

જો કે, કંપની દ્વારા હજુ સુધી કિંમત જાહેર કરાઇ નથી.પરંતુ બુકીંગ શરૂ થઇ ચુકયુ છે.

અત્રે નોંધનીય છે કે, 'ફલાયર'ની વિશેષતા ઉપર નજર નાંખીએ તો ૧૦ બેટરીયુકત પ્રોપેલર થકી ઉડાન ભરી શકે છે.૧૦ ફુટ ઉંચાઇ સુધી સરોવર ઉપર ઉડી શકવાની ક્ષમતા, ૩૨ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હાલના સમયમાં, એક કલાકના પ્રશિક્ષણની આવશ્યકતા ઉડાન માટે, ૧૫૦૦થી પણ વધારે ઉડાન પરિક્ષણ થઇ ચુકયા છે. (૨૧.૨૨)

(3:33 pm IST)
  • રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ વચ્ચે દિલ્હીમાં મુલાકાત :બંને નેતાઓ વચ્ચે 40 મિનિટ સુધી ચર્ચા : બંનેની મિટિંગમાં બિહારમાં મહાગઠબંધન વધુ મજબૂત કરવા અને 2019ની લોકસભા ચૂંટણીમાં જબર લડત આપવા વિચારણા access_time 1:20 am IST

  • કોંગ્રેસના ૨૩ કોર્પોરેટરો સસ્પેન્ડ : પાટણના નગરપાલીકાના મેન્ડેટના ઉલ્લંધનના મામલે પ્રદેશ કોંગ્રેસ દ્વારા બાગી ૨૩ કોર્પોરેટરને સસ્પેન્ડ કરાયા access_time 4:05 pm IST

  • રૂપાણી સરકારનું વિસ્તરણ નહિં થાય : લોકસભાની ચૂંટણીની તૈયારીમાં લાગી જવા આહવાન : લોકસભા ચૂંટણી પર જરૂર જણાશે તો થશે વિસ્તરણ : હાલ નહિં થાય રૂપાણી મંત્રીમંડળનું વિસ્તરણ : કર્ણાટક ચૂંટણી બાદ હતી વિસ્તરણની આશા : હાલ વિસ્તરણ ન કરવાનો ભાજપનો નિર્ણય : લોકસભાની તૈયારીઓમાં લાગી જવા આહવાન access_time 4:01 pm IST