Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

એકસ ગર્લફ્રન્ડના એક મેસેજના કારણે બોયે ગુમાવી ૯૦ લાખ પગારવાળી જોબ!

બ્રિકઅપ વખતે સપને પણ નહીં વિચાર્યું હોય કે : મહિના પછી નિર્દોષ સાબિત થયો પણ ત્યાં સુધીમાં લાઇફ બની ગઈ નર્ક

લંડન, તા.૮: બેંકરે સપને પણ નહીં વિચાર્યું હોય કે પોતાની ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપ કરવાનું આટલું ભારે પડી શકે છે. તેની એકસ ગર્લફ્રેન્ડ દ્વારા લગાવવામાં આવેલ દુષ્કર્મના ખોટા આરોપને કારણે તેણે પોતાની વર્ષે ૯૦ લાખ પગાર આપતી જોબ છોડવી પડી હતી. પોલીસે બેંકર નિર્દોષ છે તે જણાવવા માટે લગભગ ૨ મહિના જેટલો સમય લીધો અને આ બે મહિનામાં બેંકરની લાઇફ સંપૂર્ણ રીતે બદલાઈ ગઈ હતી.

દક્ષિણ ઇંગ્લેન્ડમાં આવેલ હર્ટફોર્ડશાયર કાઉન્ટમાં રહેતા પૌલ ફોકનર(૪૬) હાલ શૂન્યમનસ્ક સ્થિતિમાં પહોંચી ગયા છે. તેની લાઇફ સુસાઇડલ મોડ પર છે બસા કારણ એટલું જ કે તેમનું પોતાની ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપ થઈ ગયું હતું. આ ગર્લફ્રેન્ડે તે જ સમયે ચેતવણી આપી હતી કે હું તને જોઈ લઈશ અને તારી લાઇફ નર્ક બનાવી નાખીશ.

જે બાદ આ ગર્લફ્રેન્ડે પૌલ વિરુદ્ઘ દુષ્કર્મનો કેસ કર્યો હતો. જેથી પોલીસે તેમની ધરપકડ કરી હતી. પૌલ એક બેંકર તરીકે જોબ કરતો હતો અને મહિલા સાથે રેપ તેમજ ગેરવર્તણૂકના ગુનામાં તેની ધપકડ થતા જોબમાંથી હાથ ધોવા પડ્યા હતા. કેમ કે બેંકર તરીકે તેઓ કંપનીની રેપ્યુટેશન પ્રેઝન્ટ કરે છે અને તેમની કંપની નહોતી ઈચ્છતી કે આવા આરોપ સાથે કોઈ વ્યકિત કંપનીને રીપ્રેઝન્ટ કરે.

પૌલે કહ્યું કે, 'આરોપ મુકત થતા મને ૨ મહિના લાગ્યા. મે તપાસ અધિકારીઓને અનેક પ્રુફ તેમજ તેના મેસેજીસ દેખાડ્યા જે સાબિત કરતા હતા કે તેની એકસ. ગર્લફ્રેન્ડ ફકત બદલો લેવા માટે આ પ્રકારે ફરિયાદ કરી છે. તેણે કહ્યું કે, હું નર્દોષ છું તે કહેતા પોલીસે ૨ મહિનાનો સમય લીધો. જેના કારણે આજે મારી લાઇફ નર્ક સમાન બની ગઈ છે. મારી માસે હવે જીવવાનો કોઈ ધ્યેય જ બચ્યો નથી. લોકોની નજરમાં હું શરમજનક સ્થિતિમાં પહોંચી ગયો હતો.(૨૨.૧૩)

(3:33 pm IST)
  • રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ વચ્ચે દિલ્હીમાં મુલાકાત :બંને નેતાઓ વચ્ચે 40 મિનિટ સુધી ચર્ચા : બંનેની મિટિંગમાં બિહારમાં મહાગઠબંધન વધુ મજબૂત કરવા અને 2019ની લોકસભા ચૂંટણીમાં જબર લડત આપવા વિચારણા access_time 1:20 am IST

  • કર્ણાટક કેબિનેટઃ કોંગ્રેસના અસંતુષ્ટો ભાજપ સાથે હાથ મિલાવે તેવી શકયતાઃ પક્ષ છોડવા કેટલાકે મન બનાવ્યુઃ વાતચીત શરૃઃ મંત્રી નહિ બનાવતા અનેક કોંગી ધારાસભ્યો નારાજ છે access_time 11:24 am IST

  • રૂપાણી સરકારનું વિસ્તરણ નહિં થાય : લોકસભાની ચૂંટણીની તૈયારીમાં લાગી જવા આહવાન : લોકસભા ચૂંટણી પર જરૂર જણાશે તો થશે વિસ્તરણ : હાલ નહિં થાય રૂપાણી મંત્રીમંડળનું વિસ્તરણ : કર્ણાટક ચૂંટણી બાદ હતી વિસ્તરણની આશા : હાલ વિસ્તરણ ન કરવાનો ભાજપનો નિર્ણય : લોકસભાની તૈયારીઓમાં લાગી જવા આહવાન access_time 4:01 pm IST