Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

તમે પણ ડિપ્રેશનનો શિકાર છો?

ડિપ્રેશનના કારણે આપણે કેટલાય દિવસ સુધી કોઈ વાતને લઈને ઉદાસ રહીએ છીએ. કોઈ એક વાત વારંવાર આપણા મનને હેરાન કરે છે. ડિપ્રેશનનું સૌથી મોટુ લક્ષણ ઉદાસી તમારા જીવનનો ભાગ બની જાય છે. તેને ભુલીને આગળ વધવુ કઠીન બની જાય છે. લોકો ડિપ્રેશનને ગાંડપણ સમજે છે.

લોકોના જીવનમાં મુશ્કેલ સમયના કારણે આ બીમારી થાય છે. કેટલાય લોકોને કોઈ ખાસ કારણ વગર તો કયારેક તેના આનુવંશિક કારણો પણ હોય છે. કેટલાય લોકો લાંબી બીમારીના કારણે ડિપ્રેશનનો શિકાર બની જાય છે.

ડિપ્રેશન દૂર કરવાના ઉપાય

. ડિપ્રેશનની સમસ્યાથી બચવા માટે બેડ પર જવાનો એક સમય નક્કિ કરી લો અને દરરોજ તે જ સમયે સૂવુ. તેનાથી તમે ડિપ્રેશનથી દૂર રહેશો. સારી ઉંઘ માટે તમે ઈચ્છો તો સૂતા પહેલા સ્નાન કરી શકો છો.

. જો તમારૂ વજન વધારે છે અને તેના કારણે તમને ડિપ્રેશન આવી રહ્યું છે તો તમારે વજન ઓછુ કરવુ જોઈએ. જેનાથી તમારૂ મુડ સામાન્ય રહેશે.

. જીવનમાં સારા મિત્રો બનાવશો તો તે તમને સહાનુભૂતિની સાથે સલાહ પણ આપશે.

. જે લોકો તમને બીજાની સામે ઉતારી પાડવાની કોશિશ કરે છે, એવા લોકોથી દૂર રહેવું જોઈએ.

. તમારે સકારાત્મક ઉર્જા માટે રાત્રે ૭થી ૮ કલાકની ઉંઘ લેવી જોઈએ.

. તમારૂ મુડ ખરાબ છે તો તમારે સંગીત સાંભળી લેવુ જોઈએ, તેનાથી તમે તમારૂ બધુ દુઃખ ભુલી જશો અને તમારૂ મન બરાબર થઈ જશે.

(9:22 am IST)