Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

કેન્સર અંગે જાગૃતિ ફેલાવવા ઇન્સ્ટ્રાગ્રામ કલાકારે અનોખી રીતે અભિયાન શરૂ કર્યું

નવી દિલ્હી: લોકો કેન્સર અને અન્ય પ્રકારની ગંભીર બીમારીઓ અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે અનેક પ્રકારના અભિયાનો ચલાવતા હોય છે ત્યારે એક ઇન્સ્ટાગ્રામ કલાકારે અનોખી રીતે જાગૃતિ ફેલાવવાનું અભિયાન છેડ્યું છે.

કરોડપતિ ઇંસ્ટાગ્રામ કલાકાર સોફિ ટીએ સ્તન કેન્સર અંગે જાગૃતિ ફેલાવવા માટે અનેક ન્યૂડ પેઇન્ટિંગ્સ બનાવી છે. આ પેઇન્ટિંગ્સ દ્વારા સોફીએ કરોડો રૂપિયાની કમાણી કરી છે. જો કે હવે આ પેઇન્ટરે જાહેરાત કરી છે કે ,તે ન્યૂડ ફોટો નહીં બનાવે. 28 વર્ષની સોફી ટી લંડનમાં રહે છે, તે એક ઇન્સ્ટાગ્રામ કરોડપતિ છે. તેણે ફક્ત એક વર્ષમાં ઓનલાઇન ન્યૂડ ફોટા દ્વારા 9 મિલિયન ડોલર એટલે કે, લગભગ 6 કરોડ 61 લાખ રૂપિયાની કમાણી કરી છે.

તેની પેઇન્ટિંગ્સને ખૂબ પસંદ કરવામાં આવી રહી હતી. તે જ વર્ષે, તેણે આ વ્યવસાયમાં કરોડોની કમાણી કરી હતી. પણ હવે તે તેનાથી કંટાળી ગઈ હતી. આને કારણે, પરિવર્તન માટે, તેઓએ હવે આગળ ન્યૂડ પેઇન્ટિંગ્સ ન બનાવવાનું નક્કી કર્યું છે.

(5:41 pm IST)