Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

પેલેસ્ટાઇનની અલ-અક્સા મસ્જિદમાં કમ્પાઉન્ડમાં ઇઝરાયેલ પોલીસ સાથે થયેલ ઘર્ષણમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી

નવી દિલ્હી: પેલેસ્ટાઇનના ભક્તો શુક્રવારે મોડી રાતે અલ-અક્સા મસ્જિદના કમ્પાઉન્ડમાં ઇઝરાઇલી પોલીસ સાથે ઘર્ષણ થયા હતા, જેમાં અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. પેલેસ્ટાઇનની રેડ ક્રેસન્ટ ઇમર્જન્સી સર્વિસે કહ્યું કે મસ્જિદ અને જેરૂસલેમની અન્ય જગ્યાએ પોલીસ સાથેની અથડામણમાં 136 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 83 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે મોટાભાગના લોકોને રબરની ગોળીઓ અને ગ્રેનેડ વિસ્ફોટથી નીકળેલા ટુકડાઓથી ઇજાઓ પહોંચી હતી. ઇઝરાઇલે છ પોલીસ અધિકારીઓને ઇજા પહોંચાડવાની જાણકારી આપી છે. આ પહેલા શુક્રવારે ઇઝરાઇલી સેનાએ બે પેલેસ્ટાનીઓને ઠાર માર્યા હતા. ઇઝરાઇલમાં અર્ધલશ્કરી બોર્ડર પોલીસ દળના અડ્ડા પર એક વ્યક્તિએ ગોળીબાર કર્યો ત્યારે તેઓએ આ કાર્યવાહી કરી હતી.

(5:39 pm IST)