Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

અમેરિકામાંથી ૧૦ વર્ષમાં એઇડ્સ નાબૂદીનું આયોજન

એચઆઇવી નાબુદી માટે ડોનાલ્ડ ટ્રમ્પનું ૩૦૦ મીલીયન ડોલરનું અધધધ મોટુ બજેટ

વોશિંગ્ટન, તા. ૮ :  અમેરિકન આરોગ્ય વિભાગને ૧ર ટકાની ઓછી ફાળવણી છતાં પણ ડોનાલ્ડ ટ્રમ્પે ર૦ર૦ના બજેટમાં એચઆઇવી/ એઇડસ નાબુદી માટે ૩૦૦ મિલીયન ડોલરની ફાળવણી કરી છે.

ટ્રમ્પ આગામી ૧૦ વર્ષમાં અમેરિકામાંથી એચઆઇવી/ એઇડ્સને નાબુદ કરવા માટે મહત્વાકાંક્ષી યોજનાની જાહેરાત કરી હતી. આરોગ્ય વિભાગના અધિકારીઓએ પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે દેશભરમાં ૪૮ જોખમી રાજયો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે. જેમાં એચઆઇવીનું વહેલુ નિદાન અને સારવાર તથા એચઆઇવી રોકતી દવા Prep ને સુલભ બનાવવી વગેરે સામેલ છે.

પ્રમુખ દ્વારા કરવામાં આવતી અંદાજ પત્રીય ભલામણો કોંગ્રેસ દ્વારા મંજુર થયા પછી અમલમાં આવી શકે છે જે ઘણીવાર નથી બનતું. પ્રતિનિધિ સભામાં બહુમતિ ધરાવતા ડેમોક્રેપ્સ દ્વારા બજેટની ઘણી ભલામણોનો વિરોધ કરાયો છે.

 સેનેટમાં લઘુમતિના નેતા ચક સ્કમરે બજેટને અમેરિકન મધ્યમ વર્ગ માટે ધૂંબા સમાન અમીરો માટે મદદ રૂપ ગણાવ્યું હતું.

એચઆઇવી/ એઇડસ વિરોધ આયોજનાને જો કે કોંગ્રેસમાં બન્ને તરફથી ટેકો મળી રહ્યો છે એટલે ટ્રમ્પની આ યોજના આગળ વધવાની શકયતાઓ દેખાઇ રહી છે. બજેટમાં ફાળવવામાં આવેલી આ રકમમાંથી ૧૪૦ મીલીયન ડોલર સીડીસીનેસ ફાળવવામાં અપાશે. જે એચઆઇવીને રોકવામાં કાર્યરત સ્થાનિક આરોગ્ય સંસ્થાએ સાથે મળીને કામ કરેશ. જયારે ૧ર૦ મીલીયન ડોલર હેલ્થ રીસોર્સ અને સવિર્સ એડમીનીસ્ટ્રેશને ફાળવવામાં આવશે.

જે રાયન વ્હાઇટ એચઆઇવી/એઇડસ પ્રોગ્રામ હેઠળ જે લોકો એચઆઇવીની સારવાર કરાવી શકે તેમ નથી તેવા દર્દીઓની સારવાર પાછળ ખચવામાં આવશે ર૦૧૯ના ટ્રમ્પના બજેટમાં રાયન વ્હાઇટ પ્રોગ્રામ માટે પ૮ મીલીયન ડોલરનું બજેટમાં રર ટકાનો ઘટાડો કરાયો છે.

એચએસએસ સેક્રટરી એલેક્ષ અઝારે એક સ્ટેટમેન્ટમાં ટ્રમ્પના એચઆઇવી માટેના બજેટના વખાણ કરતા કહ્યું કે આ સદીનું જાહેર આરોગ્ય માટે મોટી  રકમ ફાળવતું આ ઐતિહાસીક બજેટ છે.

(2:52 pm IST)