Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

વર્કઆઉટ પેન્ટમાં એક ફુટનો મગર છુપાવીને જતી મહિલા પકડાઇ

ફલોરીંડા, તા. ૮ : અમેરિકાના ફલોરીંડામાં સોમવારે વહેલી સવારે એક પિક-અપ ટ્રકને કેટલાક પોલીસ અધિકારીઓએ રોકી. એમાં બેઠેલું કપલ મોીર્નંગ એકસરસાઇઝ કરવાના કપડામાં હતું. જયારે તેમને પૂછવામાં આવ્યું કે વહેલી સવારે ટ્રકમાં કયાં જાઓ છો ત્યારે તેમણે પહેલા તો ગલ્લાંતલ્લાં કરવાનું શરૂ કર્યું અને પછી યુગલે કહ્યું કે તેઓ સાપ અને દેડકાની શોધ કરી રહ્યા છે. તેમનો જવાબ સાંભળીને વધુ શંકા પેદા થતા પોલીસે ટ્રકની તલાશી લીધી. ટ્રકમાં એક બેકપેક હતી જેમાં લગભગ ૪૧ દુર્લભ ટર્ટલ્સ હતા. જોકે હદ તો ત્યારે થઇ જયારે પોલીસે યુગલને ટ્રકની બહાર કાઢયું ત્યારે ફીમેલ પેસેન્જરના પેન્ટમાંથી લગભગ એક ફુટ લાંબો મગર છુપાવેલો હતો એ બહાર નીકળી આવ્યો.

(2:52 pm IST)