Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

ઇટાલિયન ટાઉનમાં ૫૦૦ ઘર ૭૭ રૂપિયામાં વેચાવા નીકળ્યા

સિસિલી, તા.૮: યુવાનો ઊંચી લાઇફ-સ્ટાઇલ માટે ગામડાં છોડીને શહેરમાં વસવાટ કરવા લાગ્યા હોવાની સમસ્યા ભારતની જેમ ઇટલીમાં પણ છે. ઇટલીમાં તો સિસિલી શહેર પાસેનું મુસોમેલી ગામ ઓલમોસ્ટ ખાલી થવા આવ્યું છે.  ગામનાં લગભગ ૫૦૦ ઘર ખાલી પડ્યા છે. સ્થાનિક ઓથોરિટીએ ગામને નિર્જન થતું બચાવવા માટે ખાલી પડેલા ઘરોને સસ્તામાં વેચવાની સ્કીમ બહાર પાડી છે. અલગ-અલગ સાઇઝ અને શેપનાં ઘરોની કિઁમત માત્ર એક યુરો એટલે કે ૭૭ રૂપિયા રાખવામાં આવી છે. અલબત્ત, એ સાથે કેટલીક શરતો છે. પહેલી શરતએ કે ઘર ખરીદનારે ૮૦૦૦ ડોલર એટલે કે લગભગ ૫.૫૫ લાખ રૂપિયા ડિપોઝિટપેટે ટાઉન ઓથોરિટી પાસે જમા કરાવવા પડશે. બીજી શરતએ કે ઘર ખરીદ્યાનાં ત્રણ જ વર્ષમાં તેમણે ઘરનું રિનોવેશન કરવું ફરજિયાત છે. રિનોવેશનમાં પણ ટાઉનના નિયમોનું પાલન જરૂરી છે. જો નિયમોમાં કોઇ ભૂલ કરી અથવા તો રિનોવેશન ત્રણ વર્ષમાં ન કરાવ્યું તો ઘર ખાલી કરી દેવું પડશે અને ડિપોઝિટ પણ જપ્ત થઇ જશે. ટાઉન ઓથોરિટીના અંદાજ મુજબ રિનોવેશનનો ખર્ચ લાખો રૂપિયામાં થશે. આ જ કારણસર ૭૭ રૂપિયામાં મળતાં ઘરો ખરીદવામાં લોકો ખચકાઇ રહ્યા છે.

(2:51 pm IST)