Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

ચીનમાં ખુલ્લું મુકાયું બ્રેકઅપ બજાર

હાર્બિન, તા.૮: ચીનના હાર્બિન શહેરમાં ગયા મહિને એક અનોખું મ્યુઝિમ ખુલ્લું મુકાયું છે. અહીં લોકોના તૂટેલા સંબંધોની નીશાનીઓ ભરી છે. જયારે પણ કોઇ પ્રેમસંબંધ ખીલી રહ્યો હોય ત્યારે બે વ્યકિતઓ એકમેકને અનોખી યાદગીર ભેટ આપતી રહે છે. પત્રો, સાથે મળીને કરેલું કોઇ કામ, મુવીની ટીકિટો, ખાસ દિવસોએ આપેલી ભેટોનો ખજાનો બંને પક્ષે ભેગો કરેલો હોય છે. કમનસીબે જો આ સંબંધ લાંબા ગાળે પાંગરે નહીં અને બ્રેકઅપમાં પરિણમે તો આ સંબંધ સાથે સંકળાયેલી બધી જ ચીજો તમને જૂના સંબંધની યાદ અપાવે. આવી બ્રેકઅપ મેમરીઝનું કલેકશન ભેગું કર્યુ છે. લિયુયાન નામની પચીસ વર્ષની યુવતીએ લિયુએ થોડા મહિના પહેલાં સોશ્યલ મીડિયા પર લોકોને અપીલ કરી હતી. કે જો કોઇની પાસે બ્રેકઅપ મેમરીઝ હોય અને એનાથી તેઓ છુટકારો મેળવવા માગતા હોય તો એવી ચીજો હું એકઠી કરવા માું છું. તેણે સેંકડો લોકો સાથે ફોન પર વાત કરીને જે-તે ચીજ પાછળની બ્રેકઅપની સ્ટોરી પણ સાંભળી. ઘણીબધી વાતો સાંભળીને તેણે પ૦ લોકો પાસેથી કુલ ૧૦૦ ચીજો સીલેકટ કરી હતી. આ તમામ ચીજો સાથે સંકળાયેલી બ્રેકઅપ પહેલાંની યાદો પણ  તેણે કાગળમાં લખીને જે-તે ચીજો સાથે ડિસ્પ્લેમાં મૂકી હતી. આ પ્રદર્શનીનું નામ આપ્યું મ્યુઝિયમ ઓફ બ્રોકન રિલેશનશિપ. આ પ્રદર્શની તૈયાર કરવા માટે તેણે ૨૦ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે. તૂટેલા સંબંધોની આ પ્રદર્શની જોવા માટે પહેલા દસ દિવસમાં જ ૧૫,૦૦૦થી વધુ લોકો આવી ગયા છે. હજીયે વિઝિટર્સનો ઘસારો ચાલુ જ છે. લિયુનું કહેવું છે કે ખાસ કરીને પ્રેમી યુગલો અને પ્રેમમાં થાપ ખાઇ ચૂકેલા લોકો તેનું મ્યુઝિયમ જોવા આવે છે.

(2:51 pm IST)