Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

ઉનાળામાં આ પીણા છે હાનિકારક

ગરમીના દિવસોમાં કંઈને કંઈ ઠંડુ પીવાનું મન થાય છે. પરંતુ, આ ગરમીમાં આપણે કેટલાક એવા પીણાનું સેવન કરીએ છીએ જે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે.

લેમનેડ : આર્ટીફીશીયલ લેમનેડમાં મિઠાસ મિકસ કરવામાં આવે છે. લેમનેડના ૧ ગ્લાસમાં લગભગ ૧૦૦ કેલેરી હોય છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે.

એનર્જી ડ્રીન્ક :  કેટલાક લોકોનું માનવુ છે કે, એનર્જી ડ્રીન્ક પીવાથી સાચે એનર્જી મળે છે. પરંતુ, હકીકતમાં એવું કંઈ નથી. તેને વધુ પીવાથી અનિંદ્રાની સમસ્યા થવા લાગે છે.

કોકટેલ : અલગ-અલગ ડ્રિન્કને મિકસ કરી તૈયાર કરાતા કોકટેલમાં કેલરીની માત્રા પણ વધી જાય છે. જેના સેવનથી સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર પડે છે.

(12:11 pm IST)