Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

અમેરિકામાં આવી શકે છે આર્થિક મંડી:અર્થશસ્ત્રી

નવી દિલ્હી:જેપી મૉર્ગરન ચેસના સીઈઓ જેમી મેર્કલે શેયરહોલ્ડરોને એક વાર્ષિક પત્રમાં અનુમાન લગાવીને આપ્યું છે કે અમેરિકી અર્થતંત્ર મંદીમાં ફસાવાનું છે અને 2008માં કટોકટી સંકટના દબાવનો સામનો થઇ શકે છે અમેરિકી ફેડરલ રિઝર્વના પૂર્વ અધ્યક્ષ જેને એલ યેલનનું માનવું છે કે આ વર્ષ બીજી વાર અમેરિકાની જીડીપી ઓછામાં ઓછી 30 ટકા  ઘટી શકે છે.

      એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ પહેલા અમેરિકી શ્રમ મંત્રાલયે આંકડામાં જણાવ્યું હતું કે માર્ચમાં અમેરિકામાં બેરોજગારીનો દર 4.4ટકા હતા પરંતુ આ પરિસ્થિતિને ધ્યાનમાં લેતા હાલત તેનાથી પણ વધારે બગડી ગઈ છે અને બેરોજગારીનો દર 12થી13ટકા થઇ ગયો છે અને મંદી હજુ પણ વધી શકે છે તેવું અર્થશાસ્ત્રીઓનું કહેવું છે.

(6:32 pm IST)