Gujarati News

Gujarati News

News of Monday, 8th April 2019

હેલ્થી લાઇફ પણ અટેકના જોખમને ઘટાડે છે

અમેરિકામાં કરાયેલા અભ્યાસનું તારણ : અનહેલ્થી ડાઇટ, શારીરિક પ્રવૃત્તિઓ નહીં હોવાથી હાઇ બ્લડપ્રેસર, કોલેસ્ટેરોલ તેમજ ડાયાબિટીસ માટેનો ખતરો

વોશિંગટન, તા.૮: હેલ્થી લાઇફ સ્ટાઇલ મધ્ય વયમાં હાર્ટ અટેકના હુમલાના જોખમને ઘટાડવામાં મહત્વપૂર્ણ ભુમિકા અદા કરે છે. તાજેતરમાં જ કરવામાં આવેલા એક નવા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે ૨૦ વર્ષની વયની આસપાસ હેલ્થી લાઇફ સ્ટાઇલ જાળવી રાખવાથી ૪૦ વર્ષની વયની આસપાસ હાર્ટ અટેટના જોખમને ઘટાડવામાં મદદરૂપ બને છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે હેલ્થી લાઇફ સ્ટાઇલના સીધા સંબંધ આરોગ્ય સાથે રહેલા છે. નોર્થ વેસ્ટર્ન યુનિવર્સિટીમાં ટોચના પ્રોફેસરો દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે હેલ્થી લાઇફ સ્ટાઇલ જાળવી રાખવાથી ઘણા પ્રકારની તકલીફો દૂર થાય છે.  નિષ્ણાંતોએ કહ્યું છે કે ૪૦ વર્ષની વયના આસપાસ પહોંચી ગયા બાદ આરોગ્યની સમસ્યાઓ થવાની શરૂઆત થઇ જાય છે. ઘણા મધ્યમ વયના પુખ્ત વયના લોકો અનહેલ્થી ડાઇટ ધરાવે છે જેના કારણે વજન વધી જાય છે. શારિરીક રીતે સક્રિય નહીં રહેવાથી અન્ય તકલીફ પણ ઉભી થાય છે. આવી લાઇફ સ્ટાઇલના કારણે હાઈ બ્લડ પ્રેસર, કોલેસ્ટેરોલ, ડાયાબિટીસ અને હાર્ટ અટેકના ખતરા વધી જાય છે. આ અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, હાર્ટની સમસ્યાના પારિવારીક ઇતિહાસ ધરાવનાર લોકોને પણ આરોગ્યની તકલીફ રહે છે. આવા લોકો પર બીમારી વધુ ઝડપથી સક્રીય થઇ જાય છે. દરેક પ્રકારની તકલીફને દૂર રાખવા હેલ્થી લાઇફ સ્ટાઇલ ખુબ જ જરૂરી છે. મોટા ભાગના લોકો પાંચ હેલ્થી લાઇફ સ્ટાઇલ પરિબળો જાળવી રાખવા ઇચ્છુક હોય છે. જેમાં વજન, ઉંચાઈ, વધારે શરાબ નહીં પીવાની ટેવ, ધ્રુમ્રપાન નહીં કરવાની ટેવ, હેલ્થી ડાઇટ અને નિયમિત શારિરીક કસરતનો સમાવેશ થાય છે. આનાથી મધ્યમ વયની ઉંમરમાં દરેક બીમારીનો ખતરો ઓછો થઇ જાય છે.

(3:31 pm IST)