Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

મ્યાંમારમાં મહિલાઓ અનોખી રીતે જાહેરમાર્ગ પર કરી રહી છે વિરોધ

નવી દિલ્હી: નમારમાં બળવો થયા બાદથી જનતાનો ભારે વિરોધ ચાલુ છે. સૈન્ય સરકાર લોકોને ચૂપ કરવા માટે કડક પગલા લઈ રહી છે, જેના કારણે અત્યાર સુધીમાં 50થી વધુ લોકોના મોત થયા છે. આંદોલનકારીઓની માંગ છે કે સેના અટકાયત કરેલા નેતાઓને મુક્ત કરે અને દેશમાં ફરીવાર લોકશાહી સ્થાપિત કરે. આંદોલનકારીઓ રસ્તા પર દોરી બાંધીને મહિલાઓના કપડા સળંગ સુકવી રહ્યા છે. આવી રીતે ઘણી જગ્યાએ કપડા સુકવ્યા હોય એવી તસ્વીરો સામે આવી છે. આંદોલનકારીઓ પોલીસ અને સૈનિકોને આ રીતે બદનામ કરવા માંગે છે. જાહેરમાર્ગ પર આવી રીતે મહિલાઓના કપડા સુકવી વિરોધ કરવા પાછળનું કારણ એ છે કે મ્યાનમારમાં મહિલાઓના કપડા હેઠળ પસાર થવું તે બેડ લક માનવામાં આવે છે. મ્યાનમારમાં મહિલાઓએ કપડા સુકવી વિરોધ કરતા, તે કપડાની નીચેથી પસાર થવામાં પોલીસ અને સેના પણ ડરી રહી છે. અનેક જગ્યાએ જાહેરમાર્ગ પર સુકવેલા કપડા ઉતારવામાં પોલીસ અને સેના ધંધે લાગી છે. મહિલાઓના આંતરિક વસ્ત્રો પણ ટાંગવામાં આવ્યા છે, જેની નીચેથી પસાર થવું સેના માટે શરમજનક બની રહ્યું છે.

(5:49 pm IST)