Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

કાંગોના દક્ષીણ કિવુ પ્રાંતની ઘટના

પહાડમાંથી સોનુ નિકળ્‍યાની વાતથી લોકોએ ખનન શરૂ કરી દીધુ

નવી દિલ્‍હીઃ કાંગોના એક ગામમાં પહાડમાંથી સોનુ નિકળવા લાગતા હલચલ મચાવી દીધી હતી. મોટી સંખ્‍યામાં લોકો સોનું મેળવવા પહાડમાં ખોદકામ કરવા લાગતા તંત્રએ ખનન ઉપર રોક લગાવી દીધી હતી.

કાંગોના દક્ષીણ કિવુ પ્રાંતના લુહી ગામમાં પહાડમાંથી સોનુ મળ્‍યાની વાત આગની પ્રસરી જતા લોકો પર્વતની ચારે તરફ ખોદકામ કરવા લાગેલ. પહાડની માટીમાંથી ૬૦ થી ૯૦ ટકા સોનું મળવાનો દાવો કરવામાં આવી રહયો છે. જેને લઇને વીડીયો પણ સોશ્‍યલ મીડીયામાં ફરતો થયો છે.

જેમાં ખોદાણ કરતા લોકો નજરે પડે છે. તેમની પાસે પાવડો, કુહાડી જેવા ઓજારો છે. લોકોએ મોટો ખાડો પણ કરી દીધો હતો. લોકો માટી ભરી-ભરીને લઇ જતા પણ દર્શાય છે. ઘરે પાણીથી માટી ધોઇને ધાતુના ટુકડા પણ નિકાડતા નજરે પડેલ.

(4:37 pm IST)