Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

પાળેલા સસલાએ ૨૪ બચ્ચાંને જન્મ આપીને વિશ્વવિક્રમ કર્યો

ન્યુયોર્ક,તા. ૮: નોર્થ કેરોલિનામાં રહેતા એક પરિવારના પાળેલા સસલાએ એકસાથે ૨૪ બચ્ચાંને જન્મ આપીને (બિનસત્ત્।ાવાર રીતે) ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સ સાથેનો નાતો જોડી દીધો છે.

નોર્થ કેરોલિનાના વિન્સ્ટન સેલમમાં રહેતા ટિફની રોબિન્સના પરિવારને નવાઈ એ વાતની લાગે છે કે રોબિયો નામના સસલાની તેમણે ખસી કરાવી હતી છતાં કેમ તેમની માદા સસલાએ બચ્ચાંઓને જન્મ આપ્યો, અને એ પણ એકસાથે ૨૪ બચ્ચાંને!

જોકે નર સસલા રોમિયોથી બચ્ચાં થવાની માહિતી મળતાં તેઓ ખુશ તો જરૂર થયા હતા. માદા સસલાનું નામ વાડેર છે એણે બચ્ચાને જન્મ આપવાની શરૂઆત કરી તો રોબિન્સના પરિવારજનો અચંબિત થઈ ગયા, કેમ કે વાડેરને ૧૦-૧૫ નહીં, પૂરાં ૨૪ બચ્ચાં જન્મ્યાં. ટિફની રોબિન્સ જણાવે છે કે માદા સસલા પરનો બોજ હળવો કરવા તેઓ કેટલાંક બચ્ચાંને હાથમાં લઈને દૂધ પીવડાવે છે. ટિફનીએ ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સના સત્ત્।ાવાળાઓનો સંપર્ક કરીને ન્યુ ઝીલેન્ડમાં સૌથી વધુ બચ્ચાંને જન્મ આપવા બદલ વાડેરનું નામ નોંધાવ્યું છે. જોકે વધુ બચ્ચાં ન જન્મે એ માટે તેમણે હાલ પૂરતો રોમિયોને એક પારિવારિક મિત્રના ઘરે રાખ્યો છે.

(10:12 am IST)