Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

કેન્સરના નિદાન પહેલા જ જોવા મળે છે તેના લક્ષણો: વૈજ્ઞાનિકોએ કર્યું અનોખું સંશોધન

નવી દિલ્હી: નિદાન થાય તેના દશકા પહેલાં ક્યારેક કેન્સરનાં લક્ષણો જોવા મળે છે તેવું વૈજ્ઞાનિકોને માલૂમ પડયું છે. સંશોધકોએ એવી શોધ કરી છે કે ગાંઠના વિકાસને જન્મ આપનાર આનુવંશિક પરિવર્તન કેન્સરનું નિદાન થાય તેના વર્ષો પહેલાં થતું જોવા મળે છે. પાંચમાંથી એકમાં થતા પરિવર્તનને ટયૂમરના વિકાસ તરીકે ગણી શકાય અર્થાત તે નાનપણમાં પણ થઈ શકે છે. એવું સૂચવે છે કે બાળકોમાં આવતા આનુવંશિક ફેરફારોની તપાસ કરીને તેમનામાં કેન્સરને અટકાવી શકાય છે. ઓવરિન કેન્સરમાં ૫૦ વર્ષ સુધી ખતરનાક ફેરફારો જોવા મળતા હોય છે. તેને સાઇલન્ટ કિલર ગણવામાં આવે છે કે કારણ કે જે સમયે મહિલાઓને લક્ષણોની ખબર પડે છે ત્યારે ઘણં મોડું થઈ જતું હોય છે.

                 ટયૂમર મગજમાં ઝડપથી વિકસિત પામનાર સેલના સમૂહોની બનેલી હોય છે અને મોટાભાગના કેસોમાં દર્દીઓ રોગ વારસાગત ધરાવતા હોતા નથી. તે શરીરના બીજા કોઈ ભાગમાં ફેલાતી નથી, એક વાર તેનું નિદાન થાય તે પછી તેને ટાર્ગેટ બનાવવી લગભગ અશક્ય હોય છે. બીજા પ્રકારના મગજનાં કેન્સરથી ભિન્ન રીતે ગ્લીઓબ્લાસ્ટો મગજના કોઈ પણ ભાગમાં થઈ શકે છે.

(5:42 pm IST)
  • દિલ્હીમાં 11 વાગ્યા સુધીમાં 8.24 મતદાન : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, કેજરીવાલ , સોનિયા ગાંધી સહિતના દિગ્ગજોએ મતદાન કર્યું: પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ કર્યું વોટિંગ : દિલ્હીની રાજનીતિમાં ભાજપ અને આપ સાથે કોંગ્રેસના અસ્તિત્વથી ત્રિકોણીયો જંગ : સમગ્ર દેશની નજર દિલ્હી વિધાનસભાના પરિણામ પર : access_time 11:51 am IST

  • સીએમ કેજરીવાલનો ટવીટ્ કરી ભાજપ પર પ્રહારઃ મારી હનુમાન ભકિતનો ભાજપ મજાક ઉડાવે છે : ગઇકાલે હું હનુમાનજીના મંદિરે ગયો હતોઃ ભાજપ નેતા કહે છે મારા જવાથી મંદિર અશુધ્ધ થયુઃ આ કેવી રાજનીતી ?: ભગવાન બધાના છેઃ ભગવાન બધાને આર્શીવાદ આપે access_time 3:51 pm IST

  • પૂ. હરિચરણદાસજીબાપુ ઉપર થાપાનું ઓપરેશન પૂર્ણ : ભાવિકોમાં આનંદની લાગણી પ્રસરી : આજરોજ બપોરે વોકહાર્ટ હોસ્પિટલમાં પૂ.હરિચરણદાસજીબાપુ ઉપર થાપાનું સફળ ઓપરેશન થયાનું જાણવા મળે છે. પૂ.ગુરૂદેવની તબિયત સારી હોવાનું જણાવાયુ છે. આ ખબર મળતા ભાવિકોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે. access_time 3:51 pm IST