Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

ભોજન કરીયા બાદ તરત જ કયારેય ન કરવા આ ૬ કામો

આયુર્વેદ અનુસાર કોઈક કામો એવા હોય છે જેને કરવાથી પાચન ક્રિયા તીવ્ર થાય છે. ઉપરાંત કોઈક કામ આનાથી વિપરીત હોય છે. કહેવાય છે ને કે આપણા જીવનશૈલીની આપણા શરીર પર અસર કરે છે. નીચે દર્શાવેલ  કામોથી ભોજન કર્યા પછી કયારેય ન કરવા જોઈએ. આમ કરવાથી આપણી તબિયત પર તેની ખરાબ અસર પડે છે.

ફળ ન ખાવા

કહેવાય છે કે ફળ ભોજન કર્યા પછી ખાવા જોઈએ. પરંતુ આ ઘણા ઓછા લોકો જાણે છે કે ખાઘા પહેલા અને ખાઘા પછી તરત જ ફળ ખાવા એ લાભદાયી નથી. જમ્યા પછી તરત ફળ ખાવાથી તે શરીરને નુકશાન પહોંચાડી શકે છે. આમાં કરવાથી ગેસની સમસ્યા થાઈ છે.

ટી-કોફી ન પીવી

જે લોકો ચા-કોફી પીવાના શોખીન હોય તે, ભોજન બાદ આને પીવાનું પસંદ કરે છે. ભોજન પછી તરત આનું સેવન ન કરવું. આમ કરવાથી ભોજન પચવામાં તકલીફ પડે છે અને એસીડીટીની સમસ્યા થાઈ છે.

ન્હાવું ન જોઈએ

ઠીક સમયે ન્હાવું અને ખાવું એ આપણા શરીરના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે કે જેનો ખાવાનો અને ન્હાવાનો સમય જ નિશ્ચિત ન હોય. જમ્યા પછી તરત ન્હાવું એ સૌથી વધારે નુકશાનકારક માનવામાં આવે છે. આમ કરવાથી પેટની ચારે બાજુ રકત પ્રવાહ વધે છે અને પાચન ક્રિયા પણ ધીમી પડી જાઈ છે.

ધુમ્રપાન ન કરો

આમ તો કોઈ પણ સમયે ધુમ્રપાન કરવું એ શરીર માટે નુકસાનકારક જ છે, પરંતુ ભોજન બાદ તરત જ ધુમ્રપાન કરવું એ ઘાતક સાબિત થઈ શકે છે. આમ કરવાથી કેન્સરની સંભાવના વધી જાઈ છે.

બેલ્ટને ઠીલો ન કરવો

અમુક લોકોની ટેવ હોય છે કે પોતાની કેપેસિટી કરતા વધારે ખાય લે છે અને ત્યારબાદ પોતાનો બેલ્ટ ઠીલો કરી દે છે. આમ કરવાથી પેટ માટે સારૂ નથી. આમ કરવાથી શરીરની પાચન ક્રિયા મંદ પડવા લાગે છે. ખાવાનું સારી રીતે ન પચવાથી અનેક બીમારીઓ નો સામનો કરવો પડે છે.

કયારેય સુવું નહિં

ઘણા લોકો ભોજન કર્યા બાદ સુવાનું પસંદ કરે છે, પરંતુ ખાવાનું જમ્યા પછી સુવું એ શરીર માટે નુકશાનકારક નીવડે છે. જમ્યા બાદ સુવાથી ભોજનનું પાચન યોગ્ય રીતે થતું નથી. આને પરીણામે મોટાપો, ગેસ જેવી સમસ્યાઓ થાઈ છે.

 

(9:32 am IST)
  • દેવેન્દ્ર ફડણવીસે મહારષ્ટ્રમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકસાથે થવાની શક્યતા ફગાવી :આ પહેલા પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અશોક ચૌહાણે અનુમાન લગાવ્યું હતું કે બંને ચૂંટણી એક સાથે યોજાશે access_time 12:58 am IST

  • જીવદયા પ્રેમીઓમાં ભારે કચવાટ : જામકંડોરણા તાલુકાના ચાવંડી ગામના એક ખેતરના ખાલી કૂવામાં બે આખલા, ગઈકાલે બપોરના પડી ગયેલા છે : તંત્રને વારંવાર જાણ કરવા છતાં આ આખલાઓને રેસ્ક્યુ કરવા હજી સુધી કોઈ નથી આવ્યું એમ અકીલાના વાચક પ્રતિકભાઈ કપુરીયાએ જણાવ્યું છે અને ઘણા જીવદયા પ્રેમીઓ આ આખલાઓને સ્વંય રેસ્ક્યુ કરવા કાલે સવારે સ્થળ પર જવાના છે તેમ તેઓએ જણાવ્યું છે : એક તરફ મુખ્યમંત્રી રૂપાણી જીવદયાના કામો માટે કરુણા ફાઉન્ડેશન જેવું અતિ ઉમદા કાર્ય શરૂ કરાવ્યુ છે ત્યારે આ કિસ્સો સામે આવતા જીવદયા પ્રેમીઓમાં ભારે આઘાતની લાગણી પ્રસરી છે. (તસ્વીર - પ્રતિકભાઈ કપુરીયા) access_time 12:24 am IST

  • સ્વ. અભિનેતા વિનોદખન્નાની પત્નીએ ભાજપ પાસેથી માંગી ટિકિટ :ટ્વીટ કરીને કહ્યું ગુરુદાસપુરથી હું જીતીશ તેવો વિશ્વાસ છે :કવિતા ખન્નાએ કહ્યું કે હું માત્ર એટલા માટે દાવો નથી કરતી કે હું વિનોદ ખન્નાની પત્ની છું પરંતુ મારુ માનવું છે કે હું સંસદીય ક્ષેત્રને પણ ઓળખું છે access_time 12:59 am IST