Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

વ્યસન ધરાવતા લોકો જો ગરમ વરાળ નીકળતી ચા પીએ તો અન્નનળીના કેન્સરનું રિસ્ક વધે

બીજીંગ તા.૮: જો તમને ગેસ પરથી જસ્ટ ઉતારીને વરાળ નીકળતી ગરમાગરમ ચાની ચૂસકી મારવાની આદત હોય તો સાવધાન થઇ જવું જરૂરી છે. ચાઇનીઝ અભ્યાસકર્તાઓના કહેવા મુજબ એક હદથી વધુ ગરમ પીણાં પીવાની આદત અન્નનળીના કોષોને ડેમેજ કરીને કેન્સરની સંભાવના વધારે છે. જે લોકો આલ્કોહોલ પીતા હોય અને સ્મોકિંગ કરતા હોય એવા લોકોમાં તો આ જોખમ નોંધનીય રીતે વધુ હોય છે. ચીનની પેકિંગ યુનિવર્સિટી હેલ્થ સાયન્સ સેન્ટરના નિષ્ણાતોનું કહેવુ છે કે જે લોકો રોજ એક બિયર, વાઇન કે કોકટેલ પીએ છે અને બીજી તરફ ગરમાગરમ ચા પીવાની આદત ધરાવે છે તેમને અન્નનળી અને મોનું કેન્સર થવાનું જોખમ પાંચગણું વધારે છે. કયારેક હોટ-ટી પીવાઇ જાય એમાં વાંધો નથી, પરંતુ હંમેશની આદત વરાળ નીકળતાં ગરમ પીણા પીવાની હોય તો એ જોખમી છે.(૧.૨૬) 

(4:29 pm IST)