Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

બે પગ વિના પણ આ ભાઇ ખેતી કરીને ગુજરાન ચલાવે છે

બીજીંગ તા.૮: જો તમને જીવનમાં અભાવ નડતો હોય, અમુક-તમુક ચીજો નથી એવું લાગતું હોય તો ચીનના આ ૬૦ વષ૪ના શી ટીઆન્જેન ભાઇનું જીવન જબરદસ્ત પ્રેરણાદાયી છે. ૪૦ વર્ષ પહેલા બન્ને પગ ખોઇ બેઠા પછી પણ તે પોતાના પરિવારનું ગુજરાન ખુદ્દારીપૂવર્ક કરે છે.જ્યારે શી વીસ વર્ષનો હતો ત્યારે એકિસડન્ટમાં બન્ને પગ કપાઇ ગયેલા. બધી જ રીતે બીજા પર પરાવલંબી થઇ જવાય એવો સમય આવી ગયો હતો. લોકોએ તેને અક્ષમ માની લીધેલો, પરંતુ શીએ હાર ન માની. તેણે પોતાની મા અને માનસિક રીતે અસ્વસ્થ ભાઇની જવાબદારી ઉઠાવી લીધી.બન્ને પગ ન હોવા છતા તેણે ખેતી કરવાનું, ટ્રેકટર ચલાવવાનું, રાંધવાનું અને ઘરનું તમામ કામ પોતાની જાતે કરવાનું શરૂ કરી દીધું. ૨૦૦૬માં તેની માનું અને ૨૦૧૫માં તેના ભાઇનું અવસાન થયું. એ પછી પણ તે એકલો જ રહે છે અને પગ વિના ખેતર ખેડવાનું, પાક લણવાનું કામ સ્વતંત્રપણે કરે છે.

(4:28 pm IST)