Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

બીમાર દીકરીની સારવાર માટે મમ્મી પોતાનું દૂધ વેચવા બેઠી

બીજીંગ તા. ૮: ચીનમાં એક મહિલાની બ્રેસ્ટ-ફીડિંગની તસવીર સોશ્યલ મીડિયા પર વાઇરલ થઇ છે. એમાં ર૪ વર્ષની મહિલા રોડ પર બ્રેસ્ટ-ફીડિંગ કરાવીને એના બદલામાં પૈસા લઇ રહી છે. આવું કરવાનું કારણ છે એ કે તેને પોતાની દીકરીના ઇલાજ માટે પૈસા એકઠા કરવા છે. આ કાર્યમાં તેનો પતિ પણ તેને સાથ આપી રહ્યો છે. ચીનની વેબસાઇટમાં કપલની આ વાર્તા પ્રકાશિત થઇ છે. તેનો પતિ હાથમાં પોસ્ટર લઇને ઊભો છે. એમાં લખ્યું છે કે 'તમામ ઉંમરના લોકો માટે આ સેવા છે. તમારા સહયોગ માટે આભાર. એક મિનિટ સ્તનપાનના બદલામાં ૧૦ યુઆનની મુદ્રા ચૂકવશો.'

સ્ત્રીનું કહેવું છે કે 'હું ર૪ વર્ષની સંપૂર્ણ સ્વસ્થ મહિલા છું. અત્યારે મારી નવજાત બાળકી હોસ્પિટલમાં છે, જેનું બિલ ચૂકવવા માટે મને પૈસાની ખૂબ જરૂર છે.'

(2:41 pm IST)