Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

પયગમ્બર સાહેબે ૧૪૦૦ વર્ષ પહેલાં સૂવાની પધ્ધતિ નાપસંદ કરી હતી જેને હવે મેડિકલ સાયન્સે કબૂલ્યું

જે લોકો પેટના બળે સૂવે છે એમને કરોડરજ્જૂની બીમારી થવાની શકયતા વધુ રહે છેઃ આ રીતે સૂવાથી ફેફસાં અને પેટ ઉપર પણ વધુ ભાર પડે છે

ઇસ્લામની બધી શિક્ષાઓ કુદરતી અને સુઘડ આરોગ્યના સિધ્ધાંતો ઉપર આધારિત છે. આજે આપણે પોતાની દિનચર્યામાં દિવસે-દિવસે બેદરકાર થઇ રહ્યા છે. એ જ પ્રમાણે રાત્રે સૂવાની પધ્ધતિ માટે પણ બેદરકાર છીએ. મોટા ભાગના લોકોને ટેવ હોય છે કે એ પેટના બળે સૂવાનું પસંદ કરે છે. જેથી એમાં એ વધુ અનુકુળતાનો અનુભવ કરે છે. પણ ઘણા બધાને ખબર નથી કે પેટના બળે સૂવાથી સ્વાસ્થ્ય ઉપર અવળી અસરો પડે છે.

મહાન પયગમ્બર મોહમ્મદ સાહેબ એ ૧૪૦૦ વર્ષ પહેલા સૂવાની ઇસ્લામિક પધ્ધતિ જણાવી હતી અને અલ્લાહને સૂવાની કઇ પધ્ધતિ પસંદ નથી એ પણ જણાવ્યું હતું.

એક પ્રસંગે પયગમ્બર સાહેબ એ એક વ્યકિતને જમીન ઉપર પેટના બળે સૂતો જોયો હતો. પયગમ્બર સાહેબ એની પાસે ગયા અને જણાવ્યું કે આ પ્રકારની સૂવાની પધ્ધતિથી અલ્લાહ નફરત કરે છે. આવી રીતે લોકો નરકમાં સૂવે છે. સદીઓ પછી હવે મેડિકલ સાયન્સ આપણને જણાવે છે કે સૂવાની ઇસ્લામિક પધ્ધતી જ સ્વાસ્થ્ય માટે સરી છે.

ફહાદ ઉર્રહેમાનખાને જણાવ્યું હતું કે મને ખબર છે ઘણા બધા લોકો પેટના બળે સૂવાની સ્થિતિને પસંદ કરે છે. એક વખત હું પનામામાં ઇસ્લામિક શિક્ષણ ભણાવતો હતો. તે વખતે મને પ્રશ્ન પૂછાયો હતો કે ઇસ્લામમાં પેટના બળે સૂવાની પધ્ધતિને કેમ પસંદ કરાતી નથી. પણ તે વખતે મને પણ આનું કારણ ખબર ન હતું. જેથી મેં ફકત એ જ કહયું કે અલ્લાહને એ પસંદ નથી.

એક વખત હું વિમાનમાં મુસાફરી કરી રહ્યો હતો. તે વખતે ત્યાં પડેલ એક મેગેઝીનમાં મેં વાંચ્યું હતું કે કરોડરજ્જૂની સર્જરી બાબત મહત્વપૂર્ણ સંશોધનો કરવામં આવ્યા છે.  જેમાંથી તારણ નીકળ્યું હતું કે જે લોકો પેટના બળે સૂવે છે એમને કરોડરજ્જૂની બીમારી થવાની શકયતા વધુ રહે છે. આ રીતે સૂવાથી ફેફસા અને પેટ ઉપર પણ વધુ ભાર પડે છે આ બન્ને અવયવો ખૂબ જ કોમળ હોય છે જેથી એની ઉપર અવળી અસર પડે  છે. તે દિવસથી મેં પોતાના લેકચરોમાં ઇસ્લામિક શિક્ષણ આપતી વખતે આ રીતે સૂવાની પધ્ધતિ વિશે તર્ક સહિત ભણાવવાનું  શરૂ કર્યુ જે હકિકત પયગમ્બર સાહેબે ૧૪૦૦ વર્ષ પહેલા જણાવી હતી મેડીકલ વિજ્ઞાન તેને આજે સમર્થન આપ્યું છે.

તેમણે કહ્યું કે, ૧૯૮૯ ના બ્રિટીશ અખબારમાં મે વાંચ્યું કે, મેડીકલ સાયન્સ બાળકોની ચોકકસ બીમારી અંગે અભ્યાસ કરી રહ્યું છે જેના કારણે તેઓ મૃત્યુ પામે છે તેથી ૧ થી ૩ વર્ષના બાળકોના સૂવાને કારણે મોત અંગે તારણ કાઢવા માટે વૈજ્ઞાનિકો ભેગા થયા હતા અને લોકો પાસેથી તેમના સૂવાથી બીમારી અંગેની વિગતો મગાવી ત્યારે આશ્ચર્યજનક પરિણામ એ આવ્યા કે બાળકો પેટના બળે સૂવાથી મૃત્યુ પામે છે અને તેમણે અખબારના પ્રથમ પાને  સમાચાર આપ્યા કે, તમારા બાળકોને પેટના બળે ઉંધા સૂચડાવવાનું બંધ કરો. (પ-પ)

(11:46 am IST)