Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

અમેરિકામાં વેક્સીન લીધા પછી 90 ટકા મહિલાઓમાંજ જોવા મળી એલર્જીની ઘટના

નવી દિલ્હી: અમેરિકામાં ફાઈઝર અને મોર્ડનાની વેકસીન લગાવવાનું કામ જેમ જેમ શરૂ થતુ ગયુ છે તેમ તેમ વેકસીનથી એલર્જીનાં કેસ પણ વધ્યા છે તેમાં 90 ટકા કેસ મહિલાઓનાં છે.સેન્ટર ફોર ડિસીઝ ક્ધટ્રોલ એન્ડ પ્રિવેન્સન (સીડીસી) હવે આવા કિસ્સામાં નિરિક્ષણ કરી રહ્યુ છે. સાથે સાથે જે લોકોને એલર્જીક રિએકશન થઈ ચડયુ છે. તેમને બીજો ડોઝ ન લેવાની સલાહ અપાઈ છે. અમેરીકી મીડીયા અનુસાર સીડીસીએ જણાવ્યું છે કે ફાઈઝરની રસી લગાડયા બાદ ગંભીર એલર્જીક રિએકશનના 28 કેસ બહાર આવ્યા છે.તો બીજી બાજુ મોર્ડનાની રસી લગાવ્યા બાદ એક શખ્સની એલર્જીક રિએકશન આવ્યું હતું. દર 10 લાખ લોકોના રસીકરણ બાદ 11.1 ટકા લોકોને એલર્જી રિએકશન આવેલ આ રિએકશનનો દર 11.1 ટકા છે. ખાસ બાબત એ હતી કે અમેરિકામાં ફાઈઝરની વેકસીનથી ગંભીર એલર્જી રિએકશન પીડીતોમાં 90 ટકા મહિલાઓ હતી.

(6:31 pm IST)