Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

ચીનની કોરોના રસી છે સૌથી વધારે જોખમકારક:એક ડોકટરે દાવો કર્યો હોવાની માહિતી

નવી દિલ્હી: ચીનના એક ડૉક્ટર તાઓ લીનાએ ચીનમાં બનેલી કોરોના રસીને દૂનિયાની સૌથી જોખમી રસી ગણાવી હતી. ચીનની સરકાર જો કે એવો દાવો કરે છે કે ચીનની રસી સૌથી વધુ અસરકારક અને સુરક્ષિત હતી.. આ ડૉક્ટરે એવો દાવો કર્યો હતો કે કોરોનાની ચીની રસીની એક બે નહીં, પૂરી તોંતેર આડઅસર થતી હતી. ચીનની સરકારી ફાર્મસી કંપની સાઇનોફોર્મે આ રસી બનાવી હતી. જો કે ચીને પોતાની રસી દુનિયામાં સૌથી સારી હોવાનો પ્રચાર કર્યો ત્યારબાદ પોતાની સામે ખડા થયેલા જોખમના પગલે ડૉક્ટર તાઓ ગભરાયા હતા અને ફેરવી તોળ્યું હતું કે મારા વિધાનને પાશ્ચાત્ય મિડિયાએ તોડી મરોડીને રજૂ કર્યું હતું.

         તેમણે પોતાના દેશવાસીઓની માફી માગી હતી અને પોતે કરેલા વિધાનને સરતચૂક ગણાવીને એનું દોષારોપણ પાશ્ચાત્ય મિડિયા પર કર્યું હતું. ઇસાઇ નવા વર્ષની પૂર્વસંધ્યાએ ચીનના આરોગ્ય ખાતાએ સાઇનોફોર્મ કંપનીની રસીને કાયદેસર રીતે માન્યતા આપી હતી. અત્રે એ યાદ કરવા જેવું છે કે ચીનના જ એક ડૉક્ટર લી વેનલિયાંગે સમગ્ર વિશ્વ સમક્ષ જાહેર કર્યું હતું કે કોરોના વાઇરસ ચીનના વુહાન પ્રાંતમાંજ પેદા થયા હતા. પાછળથી એ ડૉક્ટર શંકાસ્પદ સ્થિતિમાં મરણ પામ્યા હતા. હવે તાઓ લીનાએ ચીનની રસીને જોખમી ગણાવી હતી પરંતુ પાછળથી પોતાના જાનને જોખમ જણાતાં ફેરવી તોળ્યું હતું.

(6:29 pm IST)