Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

અમેરિકાના મિયામી શહેરના ડોકટરે પોતાના મૃત્યુ પાછળ કોરોના રસી જવાબદાર હોવાનું જણાવ્યું

નવી દિલ્હી: અમેરિકા (America) ના મિયામી શહેરના ડોક્ટર ગ્રેગરી માઈકલ (Gregory Michael) ના મોત પાછળ તેમના પત્નીએ કોરોના રસી (Corona Vaccine) ફાઈઝર (Pfizer) ને જવાબદાર ઠેરવી છે. અત્રે જણાવવાનું કે ડોક્ટર માઈકલે 18 ડિસેમ્બરના રોજ ફાઈઝરની રસી મૂકાવી હતી અને રસી મૂકાવ્યાના 16 દિવસ બાદ તેમનું મૃત્યુ થઈ ગયું.

      ડોક્ટર ગ્રેગરી માઈકલના પત્ની હેઈદી નેકેલમાન(Heidi Neckelmann) એ દાવો કર્યો છે કે રસી મૂકાવતા પહેલા તેમના પતિ સંપૂર્ણ રીતે સ્વસ્થ હતા અને એક્ટિવ હતા. તેમણે કહ્યું કે રસી મૂકાવી તે અગાઉ તેમને કોઈ બીમારી પણ નહતી. પરંતુ રસીકરણ બાદ લોહીમાં રહસ્યમય ગડબડી આવી ગઈ.

(6:29 pm IST)
  • કિરણ બેદીને પોન્ડીચેરીના ઉપરાજ્યપાલ પદેથી હટાવો : કોંગ્રેસના નેતૃત્વ સાથેની સત્તાધારી પાર્ટીનું 4 દિવસીય આંદોલન : મુખ્યમંત્રી વી.નારાયણ સ્વામી સહિતના આગેવાનો જોડાયા : સરકારની યોજનાઓ લાગુ કરવામાં અડચણરૂપ હોવાનો દાવો access_time 7:07 pm IST

  • ચીનમાં ફરી કોરોનાઍ દેખા દીધી : હેબે પ્રાન્તમાં ૧૨૦ને કોરોના વળગ્યો : ઍક કરોડથી વધુ લોકોના કોરોના ટેસ્ટ શરૂ : લોકોને શહેર છોડવાની મનાઈ ફરમાવી : ચીનના હેબે પ્રાન્તમાં કોરોના પોઝિટિવ વાયરસના નવા ૧૨૦ કેસો મળી આવ્યા છે. જેના પગલે સિયાઝુઆંગ પરગણાના ઍક કરોડથી વધુ રહેવાસીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવશે. લોકોને આ શહેરમાંથી બહાર જવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે. access_time 11:52 am IST

  • ઇંગ્‍લેન્‍ડમાં કોરોના દસ દિવસથી હાહાકાર સર્જી રહ્યો છે : રોજના ૫૦ હજારથી વધુ કેસ : ઇંગ્‍લેન્‍ડમાં છેલ્લા દસ દિવસથી દરરોજ ૫૦ થી ૬૨ હજાર કોરોનાના નવા કેસ નોંધાઈ રહ્યા છે. લોકોમાં ભારે હાહાકાર મચી ગયો છે. access_time 10:54 am IST