Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

જાપાનમાં વધ્યું રોબો શ્વાનનું ચલણ: દર રવિવારે ઉજવાય છે રોબોટિક શ્વાનનો જન્મ દિવસ

નવી દિલ્હી :હવે જપાનમાં માત્ર રિયલ શ્વાસ જ નહીં, રોબો શ્વાનનુંં ચલણ પણ ખૂબ વધ્યું છે. કેટલાય લોકો રિયલ ડોગને બદલે રોબો ડોગ પાળે છે જે તેમના જીવનમાં પાળતુ પ્રાણીની ગરજ સારે છે. આ રોબો શ્વાન જેવી કેટલીક ચેષ્ટા કરવામાં પણ માહેર હોય છે. આવા રોબો ડોગ્સ માટે જપાનની રાજધાની ટોક્યોમાં આવેલા પેન્ગિવન કેફેમાં દર રવિવારે એક ઓફબીટ ઇવેન્ટ શરુ થઇ છે. રવિવારે સવારે રેસ્ટોરાં ખુલવાના સમય પૂર્વે આઈબો વર્લ્ડ યોજાય છે. એમાં રોબોટિક ડોગ્સ અને માલિકોને આમંત્રિત કરવામાં આવે છે. આ ઇવેન્ટમાં શ્વાનોના બર્થ ડે ઉજવાય છે અને એ માટે તેમને સરસ મજાનાં કપડાં પહેરાવવામાં આવે છે અને એ નિમિત્તે સ્વાદિષ્ટ પીણાં અને નાસ્તા પણ પીરસાય છે. સોની કંપનીએ બનાવેલ રોબોટિક ડોગ્સને વધુ જીવંત અને રિસ્પોન્સીવ બનાવવા માટે મલ્ટીપલ કેમેરા, ટચ સેન્સર્સ અને માઈક્રોફોન્સ ગોઠવ્યાં છે. 40000 પાર્ટસ અને બાવીસ એક્યુરેટર્સ વડે યાંત્રિક શ્વાન પૂંછડી અને કાન હલાવવા, શેકહેન્ડ કરવા આંખોની પાંપણે પટપટાવવાનું શક્ય બનાવે છે. સોની ઓર્ગેનિક એલઇડી લાઈટ્સની મદદથી એ શ્વાન એના માલિકની પાછળ-પાછળ ફરી શકે છે. ક્લાઉડ કનેકટેડ એન્જિનને કારણે એ શ્વાનોને વસ્તુઓ અને વ્યકિતઓને ઓળખવા પારખવાની ક્ષમતા પ્રાપ્ત થાય છે.

(5:37 pm IST)