Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

ઈરાન દ્વારા ઇરાકમાં અમેરિકી બેઝ પર હુમલો કરતા તેલની કિંમતમાં થયો જોરદાર વધારો

નવી દિલ્હી :ઇરાન દ્વારા ઇરાકમાં અમેરિકી બેઝ પર હુમલો કરવામાં આવ્યા બાદ તેલની કિંમતમાં જોરદાર વધારો થયો છે. ઇરાનના હુમલા બાદ તેલ કિંમતોમાં આશરે ૪.૫ ટકા સુધીનો ઉછાળો નોંધાયો છે. ડબલ્યુટીઆઇ ઇન્ડેક્સ પર તેલની કિંમતોમાં ૪.૫૩ ટકાનો ઉછાળો નોંઘાતા તેની કિંમત ૬૫.૫૪ ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગઇ છે. બીજી બાજુ એમસીએક્સ પર ક્રુડ ઓઇલની કિંમતમાં કારોબારની શરૂઆત થયા બાદ ૨૫ રૂપિયા પ્રતિ બેરલનો ઉછાળો આવ્યો છે. ૨૫ રૂપિયા સુધીનો વધારો થયા બાદ તેની ચર્ચા છે. ક્રુડ ઓઇલની કિંમતમાં ભલે તેજી આવી છે. જો કે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં તેની કોઇ અસર આજે જોવા મળી નથી. કારણ કે કિંમતો સ્થિર રહી છે. સતત છ દિવસ સુધી ઉછાળો રહ્યા બાદ આજે સ્થિર રહી હતી. એમસીએક્સમાં ક્રુડ ઓઇલની કિંમતમાં તેજી રહ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. મોડેથી તેમાં ૮૫ રૂપિયા સુધીનો વધારો થધયા બાદ લોકો પરેશાન થયેલા છે. છેલ્લા છ દિવસના ગાળામાં પેટ્રોલની કિંમતમાં ૬૦ પૈસા અને ડીઝલની કિંમતમાં ૮૩ પૈસાનો વધારો થયો છે.ય ક્રુડ ઓઇલની કિંમતમાં વધારો થયા બાદ તેલ કિંમતો પર તેની અસર જોવા મળી શકે છે.

(5:35 pm IST)