Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

ઓસ્ટ્રેલિયામાં હેલીકૉપટરની મદદથી પાંચ દિવસના અભિયાનમાં હજારો ઉંટોનો લેવાશે જીવ: આગ બની ઊંટના મૃત્યુનું કારણ

નવી દિલ્હી :ઓસ્ટ્રેલિયા (Australia) ના જંગલોમાં ગત નવેમ્બરથી લાગેલી ભીષણ આગ (Fire) અને શ્વાસ રૂંધાય તેવા વાતાવરણ અને જળ સંકટના કારણે સ્થાનિક પ્રશાસને 10 હજાર ઊંટો (Camel) ના કત્લેઆમનો ચોંકાવનારો નિર્ણય લીધો છે. પ્રશાસનના જણાવ્યાં મુજબ જંગલમાં લાગેલી ભીષણ આગના કારણે ઊંટ રહેણાંક વિસ્તારોમાં પહોંચી રહ્યાં છે. આગના કારણે આસપાસ ગરમાવાના કારણે આ ઊંટ વધુ પાણી પી રહ્યાં છે. પહેલેથી જળ સંકટ સામે ઝઝૂમી રહેલા વિસ્તારોમાં આ કારણે મોટી સમસ્યા ઉત્પન્ન થઈ રહી છે. આ કારણે પ્રશાસને આજથી પાંચ દિવસના અભિયાનની શરૂઆત કરી છે. આ કામને અંજામ આપવા માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કરાશે. જે વિસ્તારોમાં આવું કામ કરવામાં આવી રહ્યું છે ત્યાં ઓસ્ટ્રેલિયાની આદમ જાતિઓ રહે છે. આ વિસ્તાર ઓસ્ટ્રેલિયાના રિમોટ ઉત્તર-પશ્ચિમ વિસ્તાર હેઠળ આવે છે. આ મામલે સ્થાનિક પ્રશાસનનું કહેવું છે કે "આગના કારણે અમે અહીં ગરમ અને મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યાં છીએ. અમે પહેલેથી જ અમારા ઘરોમાં ફસાયેલા છે. જળ સંકટના કારણે લોકો પોતાની જરૂરિયાતોને પૂરી કરવા માટે એસીથી નીકળતા પાણીને ભેગું કરે છે. આ ઊંટ અમારા ઘરો સુધી પહોંચીને પાણી ન મળે તો એસીમાંથી નીકળતું પાણી સુદ્ધા પી જાય છે. આ વિષમ પરિસ્થિતિઓને જોતા આ નિર્ણય લેવાયો છે."

(5:35 pm IST)