Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

સૂતેલી દીકરીને હૂડવાળા ટોપથી ઢસડીને એરપોર્ટ પર લઇ જતા પિતાનો વિડિયો વાઇરલ

ન્યુયોર્ક તા.૮: અમેરિકાના વર્જિનિયામાં એક એરપોર્ટ પર ન્યુ યરના દિવસે એક ભાઇએ જબરો નજારો જોયો. ચાર-પાંચ વર્ષની એક છોકરી સૂતેલી હતી અને તેણે પિન્ક કલરનો હૂડવાળો કોટ પહેર્યો હતો. તેના પપ્પા જાણે ગરગડીવાળી બેગ ઢસડતા હોય એટલી સહજતાથી આ છોકરીને હૂડથી ખેંચીને જમીન પર ઢસડી રહ્યા હતા. તેની પાછળ બીજી છોકરી પોતાનો સામાન ઊંચકીને ચાલતી આવી રહી હતી. વેઇટિંગ એરિયામાં બેઠેલા એક ભાઇએ આ ચોંકાવનારી ઘટનાનો વિડિયો લઇ લીધો હતો. દીકરીને ઢસડવાનું કંઇ એક-બે મીટર જેટલું નહોતું. તેના પિતા તેને લગભગ આખુ એરપોર્ટ ચીરીને બીજા છેડા સુધી એ જ રીતે ઢસડીને લઇ ગયા હતાં.

(3:36 pm IST)