Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

અનેક રોગોની એક દવા એટલે ''સુંઠ''

લગભગ દરેક વ્યકિત સુંઠથી પરિચિત હોય જ છે, તો ૨-૩ ચપટી જેટલું સુંઠનું ચુર્ણ ૨ ચમચી દીવેલમાં મિકસ કરી સવાર-સાંજ ૨-૩ અઠવાડીયાં લેવામાં  આવે તો વાયુ અને કફ મટાળી શકે છે, ઉલટી, ઉધરસ, હૃદયરોગ, હાથીપગુ, સોજા, હરસ, શ્વાસ અને પેટમા વાયુ માટે પણ આશીર્વાદ રૂપ છે.

 જો કોઈને હાડકાના સાંધાઓની તકલીફ હોય તો સોજામાં સુંઠ અને દીવેલના ઉપયોગથી ફાયદો થાય છે.

 મીઠું અને સુંઠ ને ઉકાળી ઠંડા પાણી મિકસ કરી પીવાથી ઘણા રોગોમાં ફાયદો થાય છે. જેમ કે ઉંઘ નીયમીત આવી જશે. શરદી, ઉધરસ, તાવ વગેરેમાં મીઠું અને સુંઠનું મિકસ કરેલું પાણી જ પીવું જોઈએ. એનાથી વાયુ અને કફનો નાશ આસાનીથી થાય છે.

 એક નાની ચમચી સુંઠનું ચર્ણ, એક ચમચી જેટલો ગોળ અને એકાદ ચમચી ધી મિકસ કરી નાની નાની ગોળીયો બનાવી ખુબ ચાવીને સવારે ભુખીયા પેટ લેવાથી શરદી, ઉધરસ અને એલર્જી મટે છે તથા સારી ભુખ લાગે છે અને કફ છુટો પડે છે.

 શરદી, શ્વાસ જેવા કફના રોગો માટે આદુના રસમાં પાણી અને જરૂર પુરતી સાકર નાખી પાક કરવો ત્યાર બાદ તેમાં કેસર, એલચી, જાયફળ, જાવંત્રી અને લવીગં નાખીને કાચની નાની બોટલમાં ભરીરાખો અને આ પાક અડધી ચમચીની માત્રમાં સવાર-સાંજ લો.

  નાની અડધી ચમચી સુંઠમાં બે ચમચી મધ નાખી સવાર-સાંજ ચગડવાથી કફના રોગોમાં રાહત થાય છે.

(9:33 am IST)