Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

મેક્સિકોમાં બૉમ્બ વિસ્ફોટમાં ચાર લોકો મોતને ભેટ્યા: 10 ઘાયલ

નવી દિલ્હી: મેક્સિકોના પુએબલા રાજ્યમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા ચાર લોકો માર્યા ગયા અને 10 અન્ય ઘાયલ થયા. ઓલ સોલ ડી મેક્સિકોના અખબારના જણાવ્યા અનુસાર તમામ ઘાયલોને પુએબલાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતકોની સંખ્યા વધી શકે છે.અખબારના મતે, એવી સંભાવના છે કે બંદૂક અથવા ફટાકડા ફોડવાના કારણે વિસ્ફોટ થયો હોય. ઘટના અંગે હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. મેક્સિકોમાં ફટાકડા ફોડવાના કારણે થયેલા વિસ્ફોટો સામાન્ય છે. અહીં કોઈપણ તહેવાર ફટાકડા વડે ઉજવવામાં આવે છે. એક અઠવાડિયા પહેલા, નજીકના ટ્યૂલેપેક શહેરમાં ગેરકાયદે ફટાકડા વેરહાઉસમાં થયેલા વિસ્ફોટમાં એક યુવાન અને એક બાળકનું મોત નીપજ્યું હતું. આમાં પાડોશના મકાનો પણ દાઝી ગયા હતા.

(5:19 pm IST)