Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

હોંગકોંગમાં પ્રદર્શનકારીઓ વિસ્ફોટક સામગ્રી સાથે રસ્તા ઉપર ઉતર્યા

તિર- કામઠા બાદ એસીટોન- પેરોકસાઈડ જેવા ઘાતક શાસ્ત્રોનો ઉપયોગ

હોંગકોંગઃ સ્વાયત્તતાની માંગને લઈને હોંગકોંગમાં પ્રદર્શનકારીઓ દીવસે- દીવસે હિંસક થઈ રહ્યા છે. પોલીસ કાર્યવાહીનો જવાબ દેવા માટે તીર- કામઠાના ઉપયોગ બાદ હવે પ્રદર્શનકારી આતંકીઓ દ્વારા ઉપયોગમાં લેવાતી વિસ્ફોટક સામગ્રી લઈને રસ્તા ઉપર ઉતરી રહ્યા છે. તેવો દાવો પોલીસની બોંબ ડિસ્પોઝલ ટીમે કર્યો છે.

પોલીસ દ્વારા બોંબ ડિસ્પોઝલ ટીમે ઘટના સ્થળેથી જપ્ત કરેલ બે કિલો વિસ્ફોટક સામગ્રી ટ્રાઈ- એસીટોન, ટ્રાઈ- પેરોકસાઈડ (ટીએટીપી) દર્શાવી હતી. આ વિસ્ફોટકોની માત્ર ૧ ગ્રામ માત્રા જીવલેણ સાબીત થાય છે. આ વિસ્ફોટક સામગ્રીનો ઉપયોગ દુનિયાભરમાં થયેલ આંતકી હુમલામાં કરાય છે. બોંબ સ્કોડના અધિકારી મૈકવિહટર મુજબ પ્રદર્શનકારીઓ ઘરમાં જ ટીએટીપી બનાવે છે. ઓકટોબરમાં પોલીસ ઉપર હુમલામાં ઉપયોગમાં લેવાયેલ રિમોટ બોંબ ઘરમાં જ બન્યા હતા.

(11:34 am IST)