Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

રિસર્ચ : અખરોટ સ્વાસ્થ્યવર્ધક અને વજન ઘટાડવામાં મદદરૂપ

સુકામેવાને ખોરાકમાં લેવા બાબતે ઘણા બધા અભ્યાસ થયા છે પણ તેમાં પણ વધારે પડતી કેલોરી હોવાથી વજન ઘટાડવા ઈચ્છતા લોકોએ તેને છોડતા પડે છે. યુનિવર્સીટી પ્રીવેન્શન સેન્ટરના ડાયરેકટર ડૉ. ડેવીડ કાત્ઝ અને તેના જોડીદારો સુકામેવા માંથી વધારાની કેલોરી દુર કરવા શું થઈ શકે તે જાણવા માંગતા હતા એટલે તેમણે તેના માટે એક અભ્યાસ કર્યો, આના માટેની નાણાક્રીય મદદ કેલીફોર્નીય વોલનટ કમીશને આપી હતી.

બીએમજે ઓપન ડાયાબીટીઝ રીસર્ચ એન્ડ કેરમાં પ્રકારિત થયેલા  તેમના લેખમાં ડૉ. કાત્ઝ અને તેની ટીમે તેમના અભ્યાસની વિગતો જાહેર કરી છે. તેના માટે તેમણે ડાયાબીટીસ હોવાની શકયતા હોય તેવા ૧૧૨ લોકોની ભરતી કરી જેઓ વધુ વજન ધરાવતા હતા. આ બઘા લોકોને તેમના ખોરાકમાં ૬ મહિના સુધી તેમના ખોરાકમાં અખરોટ ઉમેરવામાં આવ્યા હતા અને પછી ૬ મહિના સુધી તેમના ખોરાકમાં બાદ કરી દેવામાં આવ્યા. આ અભ્યાસથી તેમને સલાહ આપવામાં આવી હતી કે તેમણે વજન ઘટાડવા માટેના અન્ય કોઈ પણ ઉપાયો ન કરવા.

કાત્ઝને જાણવા મળ્યું કે '' તેમના ડાયેટમાં સુધારો થયો હતો. અને એક પણ વ્યકિતનું વજન વધ્યું નહોતું. એટલું જ નહિં અખરોટ ખાનારા લોકોને પ્રોસેસ્ડ અને પેકેજડ ફ્રુડ ખાવાની ઈચ્છામાં ઘટાડો થાય છે. આ ઉપરાંત આ અભ્યાસમાં અખરોટ ખાવાથી તમારી કમરના ઘેરાવામાં પણ ઘટાડો નોંધાયો હતો.''

 

(10:31 am IST)