Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

ઓ બ્લડગ્રુપવાળાની સરખામણીમાં અે, બી અને અેબી બ્લડ ગ્રુપવાળા લોકોને હૃદયરોગનો હૂમલો આવવાનો ખતરો ૯ ટકા વધુ

બદલાતી લાઈફસ્ટાઈલ અને ખાવા-પીવાની ખોટી આદતોના કારણે આજના જમાનામાં લોકો કોઈને કોઈ બીમારીથી પીડાતા હો. છે. જેમાં હૃદય સંબંધિત બીમારીઓ સૌથી વધુ છે. મહિલાઓ અને પુરુષોમાં હૃદયરોગનું પ્રમાણ સમાન છે. હાલ હાર્ટ પ્રોબલેમ્સમાં કોરોનરી આર્ટરી ડિસીઝ, હૃદયની માંસપેશીઓ અસામાન્ય રીતે વધવી, હૃદય પહોળું થવું અને અનિયમિત હાર્ટબીટ જેવી સમસ્યાઓ કોમન છે. પરંતુ આપણી બેદરકારી ઉપરાંત હાર્ટ અટેકના અન્ય કેટલાક કારણો છે જેમાનું એક છે બ્લડ ગ્રુપ.

બ્લડ ગ્રુપ પણ હાર્ટ અટેકનું કારણ

ઈન્ટરનેશનલ રિસર્ચમાં સામે આવ્યું છે કે હાર્ટ અટેકનું એક કારણ બ્લડ ગ્રુપ પણ હોય છે. બ્લડ ગ્રુપ પરથી હાર્ટ અટેકનું જોખમ કેટલું તે જાણી શકાય છે. સાથે કયા બ્લડ ગ્રુપવાળાને હાર્ટ અટેકનો કેટલો ખતરો તે પણ જાણી શકાય છે.

3 બ્લડ ગ્રુપના લોકોને સૌથી વધુ ખતરો

બ્લડ ગ્રુપ A, B અને AB ત્રણ બ્લડ ગ્રુપ એવા છે જેમને હૃદયરોગ થવાનો ખતરો સૌથી વધુ છે.

રિસર્ચમાં ખુલાસો

ઈન્ટરનેશનલ રિસર્ચમાં દરેક બ્લડ ગ્રુપને ધ્યાનમાં રાખીને કેટલાક હાર્ટ અટેકના દર્દીઓને સામેલ કરવામાં આવ્યા. સૌથી વધુ હાર્ટ અટેકના મામલા લોકોમાં સામે આવ્યા જેમનું બ્લડ ગ્રુપ A, B અને AB છે.

બ્લડ ગ્રુપના લોકો સૌથી વધુ સેફ

O બ્લડ ગ્રુપને સૌથી સારું માનવામાં આવે છે. બ્લડ ગ્રુપના લોકોને હૃદય સંબંધિત બીમારો થવાનો ખતરો સૌથી ઓછો હોય છે.

હાર્ટ અટેકનો ખતરો 9% વધુ

O બ્લડ ગ્રુપવાળા લોકોની સરખામણીમાં A, B અને AB બ્લડ ગ્રુપ વાળા લોકોને હૃદય રોગનો હુમલો આવવાનો ખતરો 9 ટકા વધારે રહે છે. A બ્લડ ગ્રુપના લોકો વધારે કોલેસ્ટ્રોલ માટે જાણીતા જે હાર્ટ અટેકના જોખમનું મુખ્ય કારણ છે.

(5:08 pm IST)