Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

જાપાનમાં અમેરિકાના બે એરક્રાફ્ટ દુર્ઘટનાગ્રસ્ત : 6 નૌ સૈનિકો લાપતા

હવામાં રિફ્યૂઈલિંગ વેળાએ એફ-16 ફાઈટર અને બીજું સી-130 ટેન્કર દુર્ઘટનાગ્રસ્ત

જાપાનના સમુદ્રતટ પર ઈંધણ ભરતી વખતે અમેરિકાના બે એરક્રાફ્ટ દુર્ઘટનાનો શિકાર બન્યા હતા. આ દુર્ઘટના હવામાં રિફ્યૂઈલિંગ વખતે બની હતી. દુર્ઘટનામાં છ નૌસૈનિકોના ગુમ થયાના અહેવાલ છે.

 દુર્ઘટનાગ્રસ્ત થનારા એરક્રાફ્ટમાં એક એફ-16 ફાઈટર અને બીજું સી-130 ટેન્કર હતું. આ દુર્ઘટનામાં એક એરમેનને બચાવી લેવામાં આવ્યો છે. જો કે બાકીના નૌસૈનિકોની ભાળ મેળવવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું.

 

(2:43 pm IST)